પાલનપુરના વિદ્યાર્થીઓએ બનાવ્યું સ્માર્ટ ડસ્ટબિન, ડસ્ટબિનની અંદર કચરો નાખનારને મળશે રીવોર્ડ

- Advertisement -
Share

પાલનપુરની સરકારી પોલીટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું છે. જે તમને કચરાની વેલ્યુ સમજાવશે અને તમે કચરો ડસ્ટબીનમાં નાખીને વળતર પણ મેળવી શકશો.

[google_ad]

 

પાલનપુરની સરકારી પોલીટેક્નિક કોલેજમાં છેલ્લા સેમિસ્ટરમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કરતા 4 વિધાર્થીઓએ દિમાગ દોડાવી સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું છે. સ્ટુન્ડન્ટ સ્ટાટર્પ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત મેન્ટર બ્રિજેશ પટેલ અને હિતેન પટેલના માર્ગદર્શન તળે ટીમ લીડર ધવલ નાઈ, નૈલેશ પરમાર, રોહિત કિરીટ અને શેલિયા અશફાક નામના 4 વિદ્યાર્થીઓએ અનોખું ડસ્ટબિન બનાવ્યું છે. તેઓએ સ્વચ્છ ભારત અભિયાન અન્વયે એક સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું છે. જે ડસ્ટબિન લોકોને જ્યાં ત્યાં ફેકાતા કચરાનું પણ મૂલ્ય સમજાવશે.

[google_ad]

 

આ ડસ્ટબિનમાં કચરો ફેંકતા તે કચરાના બદલામાં કચરો ફેકનારને રિવોર્ડ મળશે. જે સફાઈ વેરા કે પાણી વેરા સહિતના વેરામાં વળતર રૂપે મળી શકે છે. આ પ્રોજેકટ પાછળ છાત્રોની અઢી વર્ષની મહેનત છે. જેની પાછળ અંદાજે 60,000 રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ટીમ લીડર ધવલ નાઈએ જણાવ્યું હતું.

 

[google_ad]

 

સ્વચ્છ ભારત અભિયાનને મળશે બળ આ સ્માર્ટ ડસ્ટબિનમાં તમે કોઈ પણ કચરો નાખી શકો છો. જે કચરાને ડસ્ટબિન છૂટો પાડશે. જેમાં પ્લાસ્ટિક અને રિસાઈકલીન થતો કચરો જમા થશે. જેના બદલામાં કચરો નાંખનારને પોઇન્ટ મળશે. સ્વચ્છ ભારત અભિયાનને બળ મળે અને લોકો ગમે ત્યાં કચરો ન ફેંકતા સ્માર્ટ ડસ્ટબિનમાં કચરો નાખવા પ્રેરાય તે હેતુ આ પ્રોજેકટમાં સમાયેલો હોવાનું સરકારી પોલીટેક્નિક કોલેજના પ્રોફેસર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું.

 

[google_ad]

 

આ સ્માર્ટ ડસ્ટબિન પ્રોજેકટ સ્ટેટ લેવલે સિલેક્ટ પણ થયો હતો. રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇનામ પણ મેળવી ચુક્યો છે. ત્યારે પાલનપુરના વિદ્યાર્થીઓનો ઇનોવેટિવ આઈડિયા સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવી લોકોને કચરાનું પણ મૂલ્ય સમજાવશે.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!