અકસ્માત બાદ ટેમ્પો રોડ પર પલ્ટી જતાં ચાલકને ઇજાઓ પહોંચી
આબુરોડના કિવરલી નજીક બનાસ નદીના બ્રિજ પર ટેમ્પોએ બાઇક ચાલકોને ટક્કર મારતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં 2 યુવકોના મોત નિપજ્યા હતા.
આબુરોડ નજીક આવેલા કિવરલીના બનાસ નદીના બ્રિજ પર ટેમ્પો ચાલકે બાઇક સવારોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર 2 યુવકોના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇક સાથે ટેમ્પો ટક્કર માર્યાં બાદ ટેમ્પો પણ રોડ પર પલ્ટી મારી હતી. જ્યારે ટેમ્પો ચાલકને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને લઇને વાહનચાલકો સહીત લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાઇ હતી.
આબુરોડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતમાં મૃત્યુ પામેલા 2 યુવકોના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કરાઇ હતી.
આ અકસ્માતમાં ઇજા પહોંચનાર ટેમ્પો ચાલકને પણ સારવાર અર્થે ખસેડયો હતો. જોકે, આ અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો તેની વધુ તપાસ હાથ ધરી હતી.
From-Banaskantha update