ભડથ ગામમાં જુગાર રમતાં નવ શખ્સો ડીસા તાલુકા પોલીસે ઝડપ્યા

Share

ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ સોમવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળતાં માનપુરા (ભડથ) પ્રાથમિક શાળાના ખુલ્લા મેદાનમાં લીમડાના ઝાડ નીચે ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતાં નવ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં રોકડા રૂ. 92,280 અને મોબાઇલ નંગ-7, કિંમત રૂ. 21,500 કુલ કિંમત રૂ. 1,13,780 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે નવ શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ.રાણેની સુચનાથી સોમવારે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ફરતા-ફરતા ડીસા તાલુકાના ભડથ ગામની સીમમાં આવેલ માનપુરા (ભડથ) પ્રાથમિક શાળાવાળા કાચા રસ્તે આવતાં ખાનગી બાતમીના આધારે માનપુરા (ભડથ) પ્રાથમિક શાળાના ખુલ્લા મેદાનમાં લીમડાના ઝાડ નીચે ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતાં નવ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં રોકડા રૂ. 92,280 અને મોબાઇલ નંગ-7, કિંમત રૂ. 21,500 કુલ કિંમત રૂ. 1,13,780 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે નવ શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

Advt

 

ઝડપાયેલા શખ્સો
(૧) શક્તિસિંહ સોનસિંહ ભટેસરીયા (દરબાર) (રહે. ભાવાણી પાર્ટી, શિહોરી, તા. કાંકરેજ)
(૨) રતુભા નાથુભા ડાભી (દરબાર) (રહે. ભાવાણી પાર્ટી, શિહોરી, તા. કાંકરેજ)
(૩) ઝેણુભા મેતુભા ભટેસરીયા (દરબાર) (રહે. ભાવાણી પાર્ટી, શિહોરી, તા. કાંકરેજ)
(૪) તેજુભા ગમનસીંગ ડાભી (દરબાર) (રહે. હેમાણી પાર્ટી, શિહોરી, તા. કાંકરેજ)
(૫) ઝેણુભા ભાથીજી ડાભી (દરબાર) (રહે. ભાવાણી પાર્ટી શિહોરી, તા. કાંકરેજ)
(૬) દેવરામભાઇ ઉર્ફે દેવેન્દ્ર પિતામ્બરભાઇ જાષી (રહે. બહુચર માતાજીના મંદિરની બાજુમાં, શિહોરી, તા. કાંકરેજ)
(૭) અશ્વિનસીંગ સનુભા ડાભી (દરબાર) (રહે. ગાય માતાજીના મંદિરની બાજુમાં, વજાણી પાર્ટી, શિહોરી, તા. કાંકરેજ)
(૮) સુરેશભા ઝેણુભા ડાભી (દરબાર) (રહે. બોર નં. 2, પાટણ રોડ, ભાવાણી પાર્ટી, શિહોરી, તા. કાંકરેજ)
(૯) અજુભા પરથીરાજ વાઘેલા (કુંભાણી પાર્ટી) (રહે. ઠાકોરવાસ, ભડથ, તા. ડીસા)

[google_ad]

 

 

From-Banaskantha update

 

 


Share