થરા-દિયોદર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત : ઝાડ સાથે ટકરાતા ગાડીના બે ટુકડા થઇ ગયા

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના વિભાનેસડા ગામ નજીક આજે સોમવારે હ્યુન્ડાઈ વરના કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં હ્યુન્ડાઈ વરના કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ઝાડ સાથે અથડાતા હ્યુન્ડાઈ વરના કારના ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે હ્યુન્ડાઈ વરના કારના બે ટુકડા થઇ ગયા હતા.

 

 

 

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ થરા પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે થરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના વિભાનેસડા ગામનો યુવક સોમવારે હ્યુન્ડાઈ વરના કારમાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં હ્યુન્ડાઈ વરના કાર નં. GJ-1-RB-6102ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ઝાડ સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે હોન્ડા વરના કારના બે અલગ ટુકડા થઇ ગયા હતા.

 

 

 

આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે થરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!