ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી 3924 વિદેશી દારૂની બોટલ ભરેલી ટ્રક ઝડપાઈ

- Advertisement -
Share

ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ ખાતે એલસીબીની ટીમ ગુરુવારે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવતાં પોલીસે ટ્રક ચાલક તેમજ તેની સાથેના એક શખસને પકડી લીધા હતા અને ટ્રકમાંથી સાત લાખના દારૂ સહિત કુલ રૂ. 18.04 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

 

ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ ખાતે ગુરુવારે રાત્રે જીલ્લા એલ.સી.બી.ની ટીમ તપાસમાં હતી. ત્યારે રાજસ્થાન તરફથી આવતી ટ્રક નંબર RJ-19-GB-1645ને ઉભી રખાની તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

ત્યારે આ ટ્રકમાં પાવડરના કટ્ટા મજુર લાવીને ચેક કરાવતા ટ્રકમાં પાવડરના કટ્ટાની નીચેથી દારુ મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક તેમજ તેની સાથે રહેલા શખસને પકડી લીધા હતા અને ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ-173, બોટલ નંગ-3924 કિંમત રૂ. 7,39,020, ટ્રકની કિંમત 10 લાખ, પાવડરના કટ્ટા નંગ-500 કિંમત રૂ.50,000 તથા મોબાઇલ નંગ-3 કિંમત રૂ.1500 મળીને કુલ રૂ.18,04,020નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

તેમજ ટ્રકના ચાલક થાનારામ રૂપારામ જાટ (રહે.આડેલ,તા.ગુડામાલાણી-રાજ.), જસરાજ વિરારામ જાટ (રહે.હાથતલા,તા. બાડમેર-રાજ.) તથા દારુ ભરાવનાર દેદારામ નરસિંગારામ જાટ (રહે.સીણધરી,તા.સિણધરી-રાજ.) સામે ફરિયાદ નોંધાઇ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!