ડીસાના મહાદેવીયા ગામે કાળોતરા સાપે ડંશ મારતા મહિલાનું મોત

- Advertisement -
Share

ડીસા તાલુકાના મહાદેવીયા ગામે ગુરૂવારે મોડી રાત્રે 34 વર્ષીય પરણિતાને કાળોતરા સાપે ડાબા પગ નીચે કરડતા મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

[google_ad]

 

ફાઈલ ફોટો(મૃતક મહિલા)

 

 

ચોમાસા દરમિયાન ઝેરી જીવજંતુઓની અવરજવર વધી જાય છે. એક સપ્તાહ અગાઉ જ ડીસાના મુડેઠા ગામે સાપ કરડવાથી બાળકનું મોત નિપજ્યું હતું. ગુરૂવારે રાત્રિના આઠેક વાગ્યાના સમયે ડીસાના મહાદેવીયા ગામે વાળુપાણી કરી મુન્નીબેન અશોકભાઇ ઠાકોર વાસણ ધોઇને ઘરમાં મુકવા જતાં હતાં.

[google_ad]

 

જે દરમિયાન અચાનક જ મહિલાના ડાબા પગ નીચે કાળોતરા સાપે બચકું ભરતાં મહિલાએ બૂમાબૂમ કરતાં પરીવારના સભ્યો દોડી આવ્યાં હતાં અને મુન્નીબેન ઠાકોરને તાત્કાલિક ખાનગી વાહનમાં બેસાડી ડીસા ખાતે ડૉ. તેજલબેન પટેલની હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં.

[google_ad]

 

માતાની છત્રછાયા ગુમાવનાર માસુમ પુત્ર-પુત્રી

 

 

પરંતુ ડૉકટર દ્વારા મહિલાને મૃત જાહેર કર્યા હતા. મૃતક મહિલાની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે લઇ જવામાં આવી હતી. આ અંગે મૃતકના દેવરે ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત અન્વયે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

Advt

 

અત્રે ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય મુન્નીબેન ઠાકોરનું સાપ કરડવાથી અવસાન થતાં માસુમ પુત્ર અને પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

[google_ad]

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!