કલેકટર આનંદ પટેલના હસ્તે વિચરતી જાતિના લોકોના 74 પરિવારોને મફત પ્લોટની સનદો અપાયી

- Advertisement -
Share

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ માનવીય અભિગમ રાખી નિર્ણયો કરતાં હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા જિલ્લામાં અસ્થાયી અને ભટકતુ જીવન જીવતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મફત પ્લોદટ આપી તે પ્લોહટમાં તેઓ પોતાનું સુંદર મજાનું ઘરનું ઘર બનાવી પરિવાર સાથે સુખ-શાંતિથી રહી શકે તે માટે અભિયાન ઉપાડવામાં આવ્યું છે.

[google_ad]

 

વડગામ તાલુકાના છાપી ગામમાં સર્વે નં.274માં બનાસકાંઠા કલેકટરના હુકમથી 74 વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને બનાસકાંઠા સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીસલ ખરેના હસ્તે મફત પ્લોથટની સનદો આપવામાં આવી હતી.

[google_ad]

આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં વિચરતી-વિમુક્ત સમુદાયના લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વડગામ તાલુકાના છાપી ગામના 74 જેટલાં પરિવારોને શોધી મફત પ્લોનટની સનદો આપવામાં આવી છે.

[google_ad]

અગાઉ પણ આ સમુદાયના અલગ અલગ તાલુકામાં રહેતા લોકોને સવા સો જેટલી સનદો અપાઇ હતી. આમ કુલ – 227 જરૂરીયાતમંદ લાભાર્થીઓને તંત્રએ સામેથી શોધી-શોધીને સનદો આપવાની કામગીરી પૂર્ણ કરી છે. વિચરતી જાતિઓના પરિવારોને છત પુરી પાડવા જિલ્લા વહીવટી તંત્ર કટીબધ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.

[google_ad]

 

છાપી ગામના સરપંચ ભરતભાઇ પટેલે જણાવ્યું કે, આજે બનાસકાંઠા સંસદ સભ્ય પરબતભાઇ પટેલ અને કલેકટર આનંદ પટેલના હસ્તે અમારા ગામના વિચરતી- વિમુક્ત જાતિના 74 પરિવારોને મફત પ્લોસટની સનદોનું વિતરણ કરવામાં આવતા તેમના પરિવારમાં આનંદ વ્યાપો છે.

[google_ad]

સનદ મેળવાનાર લાભાર્થી રમેશભાઇ રામજીભાઇ પટણીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે વર્ષોથી ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ, આજે કલેકટરે અમને મકાન બનાવવા માટે મફત પ્લોટની સનદ આપી છે, હવે અમે પણ પાકું મકાન બનાવી પોતાના ઘરમાં રહીશું. એ બદલ અમે તંત્રનો આભાર માનીએ છીએ.

[google_ad]

 

આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, મામલતદાર ડી.એમ.પરમાર, છાપી સર્કલ ઓફિસર હરેશભાઇ પ્રજાપતિ, તલાટી કમ મંત્રી મહેશભાઇ ડેલ સહિત કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!