એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પાટણના સાંતલપુરમાં તલાટી મંત્રી અને વી.સી.એ. લાંચ લેતાં ઝડપાયા

- Advertisement -
Share

મોટા ભાઇના મકાનની આકારણી કાઢી આપવા બદલ આરોપીએ લાંચની માંગણી કરી હતી

 

પાટણ જીલ્લાની જારૂષા ગ્રામ પંચાયત કચેરીમાં એ.સી.બી.એ સફળ ટ્રેપ કરી જારૂષાના વી.સી.એ. અને કોલિવાડાના તલાટી મંત્રીને રૂ. 3,000 ની લાંચ લેતાં ઝડપી પાડયા છે.

મકાનની આકારણી કાઢી આપવા માટે તલાટી મંત્રી વતી વી.સી.એ. દ્વારા ફરિયાદી પાસે રૂ. 3,000 ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરતાં એ.સી.બી.એ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણના સાંતલપુર તાલુકાની કોલિવાડા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા પ્રિયાંકકુમાર પ્રહલાદભાઇ પટેલ વતી જારૂષા ગ્રામ પંચાયતમાં વી.સી.એ. તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર કાનદાસ સાધુએ ફરિયાદી પાસે રૂ. 3,000 ની લાંચ માંગી હતી.

 

આ કામના ફરિયાદીના મોટા ભાઇના મકાનની આકારણી કાઢી આપવા બદલ આરોપીએ લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતાં ન હોય એ.સી.બી.માં ફરિયાદ કરી હતી.

 

એ.સી.બી.એ મંગળવારે જારૂષા ગ્રામ પંચાયતની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. રાકેશ સાધુએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી.
ત્યારબાદ તલાટી પ્રિયાંકકુમાર સાથે ટેલિફોનથી વાત કરી હતી. એ.સી.બી.એ બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

પાટણના સાંતલપુર તાલુકાની જારૂષા ગ્રામ પંચાયતમાં એ.સી.બી.એ સફળ ટ્રેપ કરી જારૂષાના વી.સી.એ. અને કોલિવાડાના તલાટી લાંચ લેતાં ઝડપાતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!