ડીસામાં બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

અજાણ્યા તસ્કરો પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 2,28,600 ની ચોરી કરી ફરાર

 

ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલ નંદનવન સોસાયટીમાં આવેલા બંધ મકાનમાં બપોરના સુમારે અજાણ્યા તસ્કરો પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 2,28,600 ની ચોરી કરી ફરાર
થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે મકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલા નંદનવન સોસાયટીમાં રહેતાં દશરથભાઇ મગનભાઇ પરમાર પ્રાઇવેટ નોકરી કરી ગુજરાન ચલાવે છે.
જેઓ ગત તા. 12/08/2022 ના રોજ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા અને રોકાઇ ગયા હતા. તા. 21/08/2022 ના રોજ પરત ફર્યાં હતા અને ડીસામાં પોતાનું મકાન બંધ કરી ડાવસમાં ગયા હતા.
જોકે, ત્યારબાદ તા. 26/08/2022 ના રોજ તેમના પાડોશી ભરતભાઇ પંચાલે ફોન કરી તેમને જણાવ્યું હતું કે, તમારા ઘરને તમે તાળુ માર્યું હતું. ત્યારે દશરથભાઇએ કહેલ કે, તાળુ તો મે માર્યું હતું.

જેથી તેઓ તાત્કાલીક ડીસા દોડી આવ્યા હતા અને તેમનું મકાન ખુલ્લુ જણાયું હતું અને સર-સામાન વેર વિખેર પડયો હતો અને તિજોરી પણ ખુલ્લી પડી હતી.

 

જેમાં તપાસ કરતાં સોનાનો નેકલેસ, સોનાની ચેન, સોનાની વીંટી, ચાંદીનો કંદોરો, પાયલ અને રોકડ મળી કુલ રૂ. 2,28,600 ના મુદ્દામાલની અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!