પાલનપુરના બ્રિજ પર કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત : કાર ચાલકનું મોત, ત્રણ ગંભીર

- Advertisement -
Share

બનાસકાંઠામાં પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા છે.

બનાસકાંઠામાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજે પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર વેગનઆર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે.

આજે કારમાં સવાર ચાર લોકો રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા. અને બાલારામ બ્રિજ પરથી પસાર થઇ રહ્યાં હતા. તે દરમિયાન ટ્રેલર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે મૃતક યુવકની લાશને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!