પાંથાવાડા પાસે રસ્તો ઓળંગવા જતા એક આધેડ વયના રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો

- Advertisement -
Share

પાંથાવાડા પાસે રસ્તો પાર કરતા રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત…

બનાસકાંઠામાં પાંથાવાડા પાસે રસ્તો ઓળંગવા જતા એક આધેડ વયના રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો . અકસ્માતમાં ટ્રકના ટાયર નીચે કચડાઇ જતા રાહદારી નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જે અંગે પાંથાવાડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…

પાથાવાડા હાઇવે પર આજે ટ્રક નીચે કચડાઇ જતા એક રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે જેમાં સાતસણ ગામના હીરાભાઈ કપુરજી સરગરા રસ્તો ઓળંગી રહ્યા હતા તે સમયે મંડાર તરફથી આવી રહેલી એક ટ્રક ના ચાલકે તેઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં હીરાભાઈ ટ્રકના ટાયર નીચે કચડાઇ જતાં તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતું . બનાવને પગલે આજુબાજુના લોકો ના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે અકસ્માત અંગે જાણ થતા જ પાથાવાડા પોલીસ પણ તુરંત ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને પીએમ અર્થે પાંથાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા વાહન ચાલકોની અડફેટે અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં અત્યાર સુધી અનેક માસુમ લોકો મોતને પણ ભેટે છે ત્યારે આજે પાંથાવાડા પાસે સર્જાયેલા અકસ્માતમાં પણ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રાધારી નુ મોત નીપજ્યું હતું જ્યા આ અકસ્માતની જાણ પાથાવાડા પોલીસ હતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત કરી ફરાર ટ્રકના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે આવા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકો ઘાયલ પણ થયા છે અને અનેક લોકોના કરૂણ મોત નિપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર માસુમ લોકો અકસ્માત ના ભોગ બની રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે..


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!