બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાડતી સરકાર જાગે : બનાસકાંઠા જિલ્લા પોલીસને અપાયુ ત્રણ દિવસનુ અલ્ટીમેટમ

- Advertisement -
Share

પાંથાવાડામાં બનેલ અપહરણની ઘટનાને જોતા આજ રોજ પાલનપુર જીલ્લા કલેકટર તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના બનાસકાંઠા દ્વારા ત્રણ દિવસનુ આપવામાં આવ્યું અલ્ટીમેટમ.

બનાસકાંઠા જિલ્લામાં ગત દિવસોમાં પાંથાવાડા વિસ્તારની 15 વર્ષની નાબાલિક દિકરી સ્કૂલે જતા થયુ અપહરણ. સ્કૂલથી દિકરી પોતાના ઘરેના આવતા સમગ્ર મામલાની જાણકારી દિકરીના પિતાને મળતા તેમણે શોધ ખોળ કમહાથ ધરી હતી પરંતુ પોતાની 15 વર્ષની નાબાલિક દિકરી મળી આવેલ ન હતી.

 

 

ત્યારે દિકરીના પિતા પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ગયા ત્યારે સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી સામે આવી અને દિકરીના પિતાની ત્રણ દિવસ પછી ફરિયાદ નોધાતા ખળભળાટ. ત્યારે ગુજરાત ની ભાજપ સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા પોકળ સાબિત થયા. જ્યારે સરકાર નારી સંરક્ષણની વાત કરતી હોય ત્યારે એવી ઘટના સામે આવતા સરકાર સામે ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે.

 

 

પાંથાવાડામાં સ્કૂલમાં જતી 15 વર્ષની નાબાલિક દિકરીનુ થયુ અપહરણ આજે 12 દિવસ સુધીનો સમય વિતી ગયો હોવા છતા દિકરીનુ કોઈ દેખભાળ ન મળતા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના મેદાનમાં. દિકરીના આજે 12 દિવસ સુધીનો સમય વિતી ગયા હોવા છતા પાંથાવાડા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા તર્કવિતર્ક.

 

 

પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં દિકરીના પિતાને ત્રણ દિવસ સુધી ફરિયાદના લેતા અધિકારીઓ પર શું થશે કાર્યવાહી ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક ક્યારેય કાર્યવાહી કરશે તે જોવુ રહ્યુ. જ્યારે દિકરીનુ અપહરણ થયું હોય ત્યારે સ્થાનિક પોલીસને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવાની હોય છે ત્યારે પાંથાવાડા પોલીસની બેદરકારી સામે આવતા વિસ્તારમાં ચકચાર થવા પામી છે.

 

 

આજે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી તેમજ ગ્રુહ મંત્રીને પણ આવેદનપત્ર મોકલવામાં આવી રહ્યું છે અને દિકરીને વહેલામાં વહેલી તકે તેના માતાપિતાને સુપ્રત કરવા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આજે સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યું છે જે પાંથાવાડામાં ઘટનાની તપાસ કરી દિકરીને લાવવામાં નહી આવે તો અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના તેમજ મોદી સમાજને સાથે રાખી ધરણા પર જશે અને જે કોઈ પારિવારિક ઘટના ઘટશે તો તે તમામ જવાબદારી પોલીસ પ્રકાશનની રહેશે.

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!