ડીસામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

પરિવાર વતનમાં ગયોને તસ્કરો હાથફેરો કરી ગયા

 

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1 લાખ રોકડા અને 10 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે મકાન માલિકે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સો ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
ત્યારે શનિવારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં પરિવાર પોતાનું મકાન બંધ કરી વતન ગયા હતા.
આ બંધ મકાનનો તસ્કરોએ લાભ ઉઠાવી નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનમાંથી રૂ. 1 લાખ રોકડા અને 10 તોલા સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
આ ચોરીની ઘટના બાજુમાં રહેતાં પાડોશીને થતાં તાત્કાલીક પાડોશીએ મકાન માલિકને જાણ કરી હતી. જે બાદ મકાન માલિક ડીસામાં દોડી આવ્યા હતા.
અને તપાસ કરતાં તેમના મકાનમાં ચોરી થઇ હોવાનું જ તાત્કાલીક ડીસા ઉત્તર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!