ડીસામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીને ઝડપી પાડ્યા

- Advertisement -
Share

પોલીસે ડીસા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચાર આરોપીઓને જેલને હવાલે કર્યા

ડીસાના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં એક યુવકની માથામાં તિક્ષ્ણ ઘા મારી હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જે બાદ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને કલાકોમાં જ યુવકને મોતને ઘાટ ઉતારનાર ચાર શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં સરકારી આવાસ યોજના નજીક વ્હોળામાં નીચાણવાળા ભાગમાં નવીન ઉર્ફે નનીકો બાબુભાઈ માજીરાણાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
જે બાદ પોલીસે આ યુવકની હત્યા કોણે કરી અને કયા કારણોસર કરવામાં આવી તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો જે બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૃતક નવીન માજીરાણા એ તારીખ 26ના રોજ પ્રકાશ અને પૃથ્વીરાજ પાસે 20 રૂપિયા માંગ્યા હતા અને આ બંને જણાએ મૃતક નવીન માજીરાણાને પૈસા ન આપતા મૃતક નવીન માજીરાણા એ મા બેન સામે ભૂંડી ગાળો બોલી હતી.
ગાળો બોલવાની અદાવતમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો સોમાજીભાઈ ઉર્ફે ટીકુભાઈ માજીરાણા અને પૃથ્વીરાજ કેશાજી માજીરાણા તેમજ બે આરોપી કિશોર વયના આમ આ ચારેય શખ્સોએ મૃતક નવીન માજીરાણાને વ્હોળા લઈ જઈ મૃતક નવીન માજીરાણાના માથાના ભાગે બે છરા વડે ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેવી કબુલાત કરી હતી જે બાદ પોલીસે હત્યામાં વપરાયેલ મોટરસાયકલ અને બે છરા કબજે કરી ચારેય શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં બે આરોપી કિશોર વયના હોવાથી પાલનપુર બાળ રિમાન્ડ હોમમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!