પાલનપુરના વાસણ (ધા) ના લાંચીયા સરપંચને કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રીમાન્ડ મેળવ્યા

- Advertisement -
Share

સર્ચ ઓપરેશન દરમિયાન લાંચીયા સરપંચના ઘરેથી રૂ. 5,31,000 રોકડા મળ્યા

પાલનપુરના વાસણ (ધા) ગામના રૂ. 50,000 ની લાંચ લેતાં ઝડપાયેલા સરપંચના ઘરે મંગળવારે એ.સી.બી.ની ટીમે સર્ચ ઓપરેશન કરતાં રૂ. 5,31,000 રોકડા મળ્યા હતા. તે દરમિયાન સરપંચને કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગ્રામ પંચાયતમાં ભૂર્ગભ ગટર-પેવર બ્લોકના કામમાં 10 ટકા લેખે રૂ. 50,000 ની લાંચ લેતાં ઝડપાયેલા સરપંચ હીબ્જુરહેમાન મોહમદ હનીફ
ઢુક્કાના ઘરે મંગળવારે એ.સી.બી.ની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. આ અંગે પી.આઇ. નિલેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ‘ઘરેથી રૂ. 5,31,000 રોકડા મળી આવ્યા હતા.
આ રકમ અંગે તપાસ હાથ ધરાઇ છે. સરપંચને પાલનપુરની કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રીમાન્ડની માંગણી કરાઇ હતી. જે ન્યાયાધીશે મંજૂર કર્યાં હતા. રીમાન્ડ દરમિયાન કોઇ શખ્સો સંડોવાયેલા છે કે કેમ સહીતના મુદ્દે વધુ પૂછપરછ કરાશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!