અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગૂ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે તેથી તે બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે.
લોકોએ ગભરાવવાની જરૂર નથી. સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે તેના પાંચ ગણા બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને તે મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધન્વંતરી રથ, 104, સંજીવની તે પણ આપણે ફરી શરૂ કર્યા છે. એટલે હું માનું છે કું જરા પણ ગભરાવવાની જરૂર નથી.
બે દિવસ પહેલા પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગર પાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.
મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા લોકો વિશે વાત કરતા કહ્યું કે, બહારના રાજ્યોમાંથી આવતા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં 24 કલાકમાં 1415 નવા કેસ 4 મહિના બાદ ગુજરાતમાં 1415 કેસ શુક્રવારે 24 કલાકની અંદર નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 2,83,864 કેસ થયા છે અને 2,72,332 ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 20 નવેમ્બરે 1420 કેસ નોઁધાયા હતા.

જ્યારે 948 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં 1-1 મળી કુલ 4 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,437 થયો છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર રાજ્યમાં 4 દર્દીના મોત થયા છે.
From – Banaskantha Update