કાંકરેજ તાલુકા પંચાયતમાં ધારાસભ્યની અધ્યક્ષસ્થાને તલાટી મંત્રીઓ અને સરપંચોની બેઠક યોજાઇ

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના બેઠક હોલમાં યોજાયેલ તલાટીઓ અને સરપંચોની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, મામલતદાર એમ.ટી. રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને તાલુકા પંચાયત અધ્યક્ષ મુકેશસિહ વાધેલા, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષ ચોધરી સહીત તમામ ગામોના તલાટીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, કોરોના મહામારીની ત્રીજી લહેરમાં ખાસ કરીને આરોગ્ય માટે ખાસ કરીને કાળજી રાખવા માટે દરેકને ખાસ સુચના અપાઈ હતી.

[google_ad]

ત્યારે કાંકરેજ તાલુકામાં આવેલા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર નવા સબ સેન્ટર બનાવવા માટે જમીનોની દરખાસ્તો કરાઇ હતી. પરંતુ અમુક જગ્યાએ સર્વે નંબરમાં ફેરફારો અને જમીન ઓછી માત્રામાં હોવાથી દરખાસ્તો પરત આવેલ હોવાથી ફરીથી નવી યાદી બનાવીને મોકલવા માટે સૂચનાઓ અપાઈ હતી. ત્યારે અગાઉ પણ 15 નાણાં પંચની રકમ બાબતે કાંકરેજ તાલુકા સરપંચ યુનિયન દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને ધરણાં પર બેઠા હતા.

[google_ad]

 

કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે શિહોરી ખાતે આવેલ અને સરપંચોના પ્રશ્નો અંગે રજૂઆત સાંભળીને ધારાસભ્યને તેમજ પાલનપુર ડી.એલ.આર.માં તેમજ ડીડીઓ સાથે વાત કરીને યોગ્ય રીતે કામગીરી કરીને પ્રશ્નો અંગે સમાધાન કર્યું હતું જેમાં જમીન સર્વેમાં ભૂલો કંપની દ્વારા કરવામાં આવી હતી તે મુદ્દે અને હવે ગુરુવારે બેઠકમાં 60 જેટલી ગ્રામ પંચાયતોને 15 નાણાંપંચની રકમ મળી ગઈ છે. ત્યારે બાકી રહ્યા છે એમને પેમેન્ટ ડીલે થતાં અપગ્રેડ કરવા માટે કહ્યું હતું. જો કે, આજ સુધીમાં 18 ગામોમાં તળાવ ભરાઈ ગયા છે અને હવે બાકી રહ્યા છે.

[google_ad]

 

તેની પાછળ ત્રણ કિલોમીટરની મર્યાદામાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને વડાપ્રધાન વીમા યોજના અંતર્ગત રૂ. 12 ભરીને રૂ. 2 લાખનું વીમા કવચ પૂરું પાડે છે. કેન્દ્ર સરકાર જેનો અમલ કરવા માટે લોકો સુઘી પહોચાડીને યોગ્ય રીતે કામ કરવા સૂચના આપી હતી અને પી. એન.એ.વાયમાં 3200 મકાન પૂર્ણ થઈ ગયા છે અને 100 જેટલા બાકી રહ્યા છે તેની કામગીરી ચાલુ છે તેમજ કોઈ કારણ સાથે હપ્તા બાકી રહ્યા છે તેની પ્રોસેસ કરીને નિકાલ કરવા માટે કહ્યું હતું.

[google_ad]

 

 

ત્યારે હવે કોરોના મહામારીની ત્રીજી લહેર માટે આરોગ્ય વિભાગ અને તાલુકાનું તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હવે આવનાર દિવસોમાં જ બાકી રહેલા કામોને વેગ આપવા માટે કમર કસી છે ત્યારે લોકોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!