પાલનપુરમાં મોડી રાત્રે વીજ ડીપીમાં લાગી ભયંકર આગ : ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

- Advertisement -
Share

ઉનાળાની શરૂઆત થતાં જ આગની લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર શહેરમાં માલણ દરવાજા પાસે મોડી રાત્રે ડીપીમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

 

ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા UGVCLના કર્મચારી અને પાલનપુર નગરપાલિકા ફાયરની ટીમને કારાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. વીજ પુરવઠો બંધ કરી આગપર કાબુ મેળવાયો હતો.

 

 

પાલનપુર માલણ દરવાજા પાસે અચાનક લાગેલી આગને UGVCLના કર્મચારીઓ અને પાલનપુર નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા.

 

 

વીજ પુરવઠો બંધ કરતા માલણ દરવાજા મોટી બજાર કમલપુરા અને નાની બજાર અનેક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આગે થોડીક ક્ષણોમાં ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

 

 

જ્યારે ફાયર ફાઈટરની ટીમે સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!