ડીસામાં કમોસમી વરસાદથી મામલતદાર કચેરી આગળ પાણી ભરાતાં લોકોમાં રોષ ભભૂક્યો

Share

 

ડીસા તાલુકાની આર્થિક પાટનગરીમાં ગણાતી ડીસા તાલુકાના મુખ્ય મથકમાં મામલતદાર કચેરીએ દિવસ દરમિયાન ખેડૂતો અને વિદ્યાર્થીઓ સહીત અનેક અરજદારો કામ અર્થે આવતાં હોય છે. આ કચેરીની આજુબાજુમાં તાલુકા પંચાયત અને જનસેવા કેન્દ્ર સહીતની અનેક કચેરીઓ પણ આવેલી છે.

[google_ad]

 

 

જેથી દિવસ દરમિયાન અરજદારોની ખૂબ જ ભીડ રહેતી હોય છે. જ્યારે ખુલ્લુ મેદાન હોવાના લીધે અરજદારો પોતાના વાહન પણ પાર્ક કરે છે. જો કે, ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઇ જાય છે ત્યારે વિકટ સ્થિતિ બને છે. કામકાજ અર્થે આવતાં અરજદારોને પોતાના વાહનો મૂકવામાં પણ ભારે મુશ્કેલી પડે છે.

[google_ad]

 

 

 

 

 

 

 

ડીસામાં પણ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ ખાબક્યો છે અને વરસાદના લીધે મામલદાર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ પાણી ભરાઇ ગયું છે. જો કે, આ સમસ્યા દર વર્ષે સર્જાય છે તેમ છતાં દિવસ દરમિયાન વાહનમાં પસાર થતાં વિવિધ કચેરીના પદાધિકારીઓને આમ પ્રજાને પડતી આ હાલાકી બાબતે ચિંતા કે ગંભીરતા નથી અને અરજદારો વર્ષોથી આ સમસ્યાથી હેરાન-પરેશાન થઇ ઉઠયા છે.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 


Share