યુવતીને ટ્રેનમાં અપહરણ કરી શખ્સોએ ગેંગરેપ આચર્યું : સફાઈ કામદારને ટ્રેનમાંથી યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં ચકચાર

Share

વડોદરામાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ આપઘાત નહોતો કર્યો, પણ તેનું વ્યવસ્થિત મર્ડર કરાયું હોય શકે છે. બદનામ ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલી આ યુવતીની સુસાઈડ થિયરી નહીં, પણ મર્ડરની થિયરી તરફ મજબૂત ઈશારા કરતા સ્ફોટક પુરાવા હાથ લાગ્યા છે.

[google_ad]

ગત તા. 3 નવેમ્બરની એ ગોઝારી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વેળાએ એ યુવતીનો નવસારીથી કેટલાંક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ-માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ એસ.ઓ.એસ. લખી રહ્યાનો વ્હોટ્સએપ મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. ખુદ મૃતક યુવતીની માતાએ જ યુવતીના ફોનમાંથી આ સ્ક્રીનશોટ આપ્યા હતા. આમાં મેસેજનો સમય પણ તા.3 નવેમ્બરની રાતના 11.31નો હોવાનો અને બ્લૂ ટિક થયાનું જોઈ શકાય છે.

[google_ad]

રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે ‘સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે… મારાં માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો… રાહ જોઉં છું.’

[google_ad]

advt

ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેન નં. 19034નું શિડ્યૂલ જોઈએ તો ટ્રેન અમદાવાદથી સાંજે 6.10 વાગ્યે ઉપડીને સુરત સ્ટેશને રાત્રે 10.50 કલાકે પહોંચે છે. જ્યારે આ ટ્રેન રાત્રે 11.30 કલાકે નવસારી સ્ટેશન છોડે છે. આમ, નવસારી છોડયા પછી જ રેપકાંડનો ભોગ બનનાર યુવતીએ સંજીવભાઈ નામની કોઈ પરિચિત વ્યક્તિને પોતાનો જીવ બચાવવા માટે આ મેસેજ કર્યાની પ્રબળ શક્યતા છે. આ ટ્રેન રાત્રે 11.52 કલાકે બીલીમોરા અને મધરાતે 12.25 કલાકે વલસાડ પહોંચે છે.

[google_ad]

 

 

યુવતીએ પોતાને બચાવી લે તેવો એક મેસેજ સંજીવભાઈ નામની વ્યક્તિને સંબોધીને કર્યો હતો. આ મેસેજની શરૂઆતમાં જ તેણે સોરી સંજીવભાઈ લખ્યું હતું અને મને બચાવી લો તેવી વાત કરી હતી. ત્યારે યુવતીનો આ મેસેજ એ દિશામાં વિચારતાં કરે છે કે શા માટે યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને સોરી કહેવું પડયું? એવું શું થયું હશે કે તેને બચાવવા માટેનો મેસેજ પણ સંજીવભાઈને કર્યો. આ સંજયભાઈ કોણ છે? તેની સંસ્થા સાથે જોડાયેલા છે? અનેક સવાલો આ મેસેજ પછી ઉભા થયા છે.

[google_ad]

 

તા. 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલ્વે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતાં સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલીક વલસાડ સ્ટેશન માસ્ટર અને જી.આર.પી.ની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ જી.આર.પી.ની ટીમે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. જો કે, યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતાં યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

[google_ad]

 

ઓએસિસ સંસ્થામાં ફેલોશિપ કરતી વિદ્યાર્થિનીએ વલસાડ ખાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ગળેફાંસો ખાધો હતો. તપાસમાં તેની પાસેથી મળી આવેલી ડાયરીમાં તા. 28 નવેમ્બરે તેની સાથે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. ત્યારબાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહીતની 25થી વધુ પોલીસની ટીમો નરાધમને શોધવામાં લાગી હતી. પરંતુ 17 દિવસ વિતવા છતાં હજી સુધી પોલીસના હાથ ખાલી દેખાઈ રહ્યા છે.

[google_ad]

 

તદુપરાંત રેલ્વે પોલીસે તા. 28મી તારીખે વેક્સિન ગ્રાઉન્ડ પર બનેલી દુષ્કર્મની ઘટના સમયે ત્યાં વિસ્તારમાં હાજર હોય તેવા 54 જેટલાં રિક્ષાચાલકોની ઓળખ કરી છે. પોલીસે લોકેશન ટ્રેસ કરી 54 જેટલાં રિક્ષાચાલકોને આઇડેન્ટિફાય કર્યાં હતા અને ત્યાર બાદ એક પછી એક તમામની પૂછપરછ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પોલીસ 250થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી ચૂકી છે.

[google_ad]

 

પોલીસે યુવતીની ડાયરીની તપાસ કરતાં તેમાં યુવતી પર દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું હતું. જો કે, ડાયરીનું છેલ્લું પેજ ગાયબ જણાયું હતું. જેમાં દુષ્કર્મની ચોંકાવનારી વિગતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતીએ ડાયરીના પેજના ફોટા પાડી તેના ઓળખીતાને મોકલ્યા હતા. ત્યારે રેલ્વે પોલીસે યુવતીએ મોકલેલા ફોટા તેના એક ઓળખીતાના મોબાઈલ ફોનમાંથી મળી આવે તે ફોટા રિકવર કર્યાં છે. જે ફોટાને તપાસ માટે એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ડાયરીમાંથી ગાયબ થયેલું છેલ્લું પેજ પણ હોઈ શકે છે.

[google_ad]

 

માતા આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, મારી દીકરી ભણવામાં ખુબજ હોશિયાર હતી. તેને લેખક બનવું હતું અમે પણ તેની પ્રગતિમાં ખુશ હતા. છેલ્લી વખત મને ગળે લાગી મરોલી જવાનું કહી ગયા બાદ હાલ તેની માત્ર યાદો જ રહી છે.

[google_ad]

 

આ બનાવમાં યુવતીના પિતાના જણાવ્યાં મુજબ, યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ 10માં હતી ત્યારે જીલ્લામાં તે પ્રથમ ક્રમે પાસ થઇ હતી. જે સંસ્થામાં માટે કામ કરતી હતી એમાં આત્મહત્યા કરનારા લોકો અને વિદ્યાર્થીઓને ખોટાં પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહિ કરવા માટે જાગ્રત કરવામાં આવે છે અને આજે દિકરીએ આવું પગલું ભરી લેતાં તેના પિતા ભારે આઘાતમાં મુકાયા છે.

 

From – Banaskantha Update


Share