છાપીમાં પરિણીતા પર ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકતાં ફરિયાદ નોધાઇ

Share

વડગામ તાલુકાના છાપીમાં દીકરી અવતરતાં એક પરિણીતા ઉપર શારિરીક- માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી.

[google_ad]

આ અંગે તેણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સાસરી પક્ષના 4 સભ્યો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વડગામ તાલુકાના વરવાડીયાના સોહાનાબેન સબ્બીરભાઇ બલોચના લગ્ન વર્ષ 2017માં છાપી ખાતે તૌસીફ મહમદયાસીન ડોડીયા સાથે થયા હતા.

[google_ad]

advt

જો કે, તેણીને દીકરી અવતરતાં પતિ તૌસીફ સહીત મહંમદયાસીન અબ્દુલરહેમાન ડોડીયા, રાબીયાબેન મહમદયાસીન ડોડીયા અને યાસીરાબેન મુબ્બસિર સેલીયાએ તુ અભાગણી છે. તેમ કહી મેણા ટોણા મારી રૂ. 50,000ના દહેજની માંગણી કરી હતી. તેમજ શારિરીક- માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે તેણીને છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

From – Banaskantha Update


Share