થરાદના ભાપડીથી કરબુણનો પાકો રસ્તો ન બનતાં સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો : રસ્તો નહીં તો વોટ નહીંની સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી

- Advertisement -
Share

ખેડૂતોએ થરાદના ધારાસભ્ય, સંસદ સભ્ય સહીતના રાજકીય અગ્રણીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રસ્તાનું કામ થયેલું નથી

 

થરાદ તાલુકાના ભાપડીથી કરબુણ સુધી જે કાચો અને ધૂળીયો રસ્તો છે તેને પાકો બનાવવા માટે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તો ન બનતાં ત્યાના સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
ભાપડી ગોળીયા મુકામે ધો. 1 થી 5 સુધીની શાળા આવેલી છે. શાળાએ જવા માટે હાલમાં કાચો અને ધૂળવાળો રસ્તો છે. જેથી કોઇપણ પ્રકારના વાહનો જઇ શકતા નથી. જ્યારે રસ્તો કાચો અને ભારે હોય જેથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

ભાપડી ગોળીયા શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ આજુબાજુના ખેતરોવાળા ખેડૂતોને વાહન વ્યવહાર લઇ જવામાં મુશ્કેલી પડી રહી છે. કાચો માર્ગ ભાપડીથી ભાપડી ગોળીયા 5 કિ.મી. દૂર આવેલ છે.
જેથી કાચા રસ્તેથી કોઇપણ વાહન જઇ શકતું નથી. જયારે ચોમાસાની સિઝનમાં રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડેલા હોય છે અને ખાડાઓના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળા સુધી પહોંચવું પણ મહા મુશ્કેલ બની જતું હોય છે.

 

આ અંગે તેઓના સ્થાનિક ખેડૂતોએ થરાદના ધારાસભ્ય, સંસદ સભ્ય સહીતના રાજકીય અગ્રણીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રસ્તાનું કામ થયેલું નથી.

 

ત્યારે તેઓના સ્થાનિક ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે, ‘જે પાર્ટી દ્વારા અમને આ રોડ બનાવી આપવામાં આવશે એમને અમે વોટ આપીશું.

 

આ કાચા રસ્તાથી પર અનેક વખત રાજકીય આગેવાનો પણ નીકળેલા છે. તેવું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું.’ બનાસકાંઠા જીલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે પણ સરકારમાં ભાપડીથી કરબુણના પાકા ડામર
રોડ માટે ભલામણ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ‘મીડીયાના અહેવાલ બાદ તંત્ર અને રાજકીય આગેવાનો આ કાચા રસ્તાને પાકો રસ્તો બનાવવાની કામગીરી કરશે કે નહીં એ તો દેખવાનું રહ્યું.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!