કાંકરેજના રાણકપુર નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 4 યુવકોના મોત

- Advertisement -
Share

અકસ્માતમાં કારનો ભૂક્કો બોલી ગયો : ગામ આખું હીબકે ચડયું હતું : ચારેયને એક સાથે એક જ સ્થળે અગ્નિદાહ આપ્યો

 

કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રાત્રિના સમયે માર્ગ અકસ્માતમાં હોટલમાં જમી ઘરે જઇ રહેલા કાંકરેજ તાલુકાના એક ઉણ ગામના 4 યુવકોના ઘટનાસ્થળે કરુણ મોત નિપજતાં હાઇવે

લોહીયાળ બન્યો હતો. આ અકસ્માતમાં કારનો પણ ભૂક્કો બોલી ગયો હતો. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના ઉણ ગામના યુવકો અમદાવાદથી આવેલા ભાવિકકુમાર દિનેશભાઇ શાહ સાથે તેમની કીયા કારેન્સ કાર નં. GJ-18-BQ-6518 લઇને તેમના ગામ ઉણ ગામના મિત્રો
યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, સુનિલસિંહ પ્રવિણસિંહ વાઘેલા અને રામચંદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા થરા હોટલમાં જમીને પરત તેમના ગામ તરફ આવી રહ્યા હતા.
ત્યારે રાણકપુર ગામ નજીક જતાં ટ્રેલરને પાછળથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની વધુ ઝડપ હોવાને કારણે ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને કારમાં સવાર એક જ ગામના ચારેય પરણિત
મિત્રો યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, યુવરાજસિંહ પ્રવિણસિંહ વાઘેલા, રામચંદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા અને ભાવિકકુમાર દિનેશભાઇ શાહના ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે હાઇવે ઓર્થોરીટીની એમ્બ્યુલન્સમાં ચારેયના મૃતદેહોને થરા રેફરલમાં લાવી પી.એમ. કરાયું હતું.

આ ઘટનાને પગલે થરા પી.એસ.આઇ. પી.એન.જાડેજાએ સ્ટાફ સાથે રાત્રે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની વિગતો મેળવી અને ટ્રાફીક પૂર્વવત કર્યો હતો.

કાંકરેજ તાલુકાના ઉણ ગામના 3 દરબાર જાગીરદાર સમાજના અને 1 જૈન સમાજનો યુવક આમ એક જ ગામના 4 યુવકોના અકસ્માતમાં કરુણ મોત થતાં ગામ આખું હીબકે ચડયું હતું અને ચારેયને એક સાથે એક જ સ્થળે અગ્નિદાહ આપ્યો હતો.

રાણકપુર નજીક કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર 1 જૈન અને 3 ક્ષત્રિય પરિવારના ચારેય મિત્રો પરણિત હતા અને કોઇ પુત્રી અને પુત્રોના પિતા હતા.
ત્યારે હવે તેમના સંતાનો અને પત્ની પતિ અને પિતા વિનાના બની જવા પામ્યા છે. ત્યારે આ વિસ્તારમાં અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
– રામચંદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા (ઉં.વ.આ. 30, રહે. ઉણ, તા. કાંકરેજ)
– યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ.આ. 35, રહે. ઉણ, તા. કાંકરેજ)
– યુવરાજસિંહ પ્રવિણસિંહ વાઘેલા (ઉં.વ.આ. 30, રહે. ઉણ, તા. કાંકરેજ)
– ભાવિક દિનેશકુમાર શાહ (મૂળ રહે. ઉણ, તા. કાંકરેજ, હાલ રહે. અમદાવાદ)

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!