પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2021 આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજનાર છે ત્યારે નગરજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તથા ઇ.વી.એમ.માં મત આપીને રજીસ્ટર કેવી રીતે થાય તેની જાગૃતિ માટે આજ તા.17 ફેબ્રુઆરીથી પાલનપુર નગપાલિકાના દરેક વોર્ડમાં ચૂંટણીના ઝોનલ ઓફિસરો દ્વારા મતદાન નિદર્શન શરૂ કરવામાં આવ્યું છે.
આ મતદાન નિદર્શન આગામી તા.20 ફેબ્રુઆરી-2021 સુધી નગરપાલિકાના તમામ વોર્ડમાં યોજાશે. જેનો વધુમાં વધુ લાભ લઇ મતદારો જાગૃત થાય તે માટે ચૂંટણી અધિકારી અને પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે.
પાલનપુર નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવાએ જણાવ્યું કે, ઇ.વી.એમ.માં મત કેવી રીતે આપવો તેનું પ્રત્યક્ષ નિદર્શન લોકો જાતે જ કરે તે માટે પાલનપુર નગરના તમામ વોર્ડમાં ઇ.વી.એમ. મતદાન નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, ચૂંટણીના ઝોનલ ઓફિસરો જુદા જુદા વોર્ડમાં જઇ ઇ.વી.એમ. નિદર્શન યોજી મત કેવી રીતે આપવો તે અંગે નાગરિકોને સમજ આપી રહ્યાં છે. મતદાન નિદર્શનના સ્થળો આ પ્રમાણે છે.
પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવાએ જણાવ્યું કે, પાલનપુર નગરપાલિકાના આ વિસ્તારોમાં મતદાન નિદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેમાં એમ. એમ. કોઠારી, નૂતન સ્કુલ, સ્વામી નારાયણ ગુરૂકુળ, કિર્તીસ્તંભ, નગરપાલિકા ચોક, રોટરી કલબ હોલ, ગાયત્રી મંદિર ત્રણ રસ્તા, મહીલા મંડળ, શક્તિનગર-1 અને ૨, કંથેરીયા હનુમાન વડલીવાળું પરૂ અને રામાપીરનું મંદિર, રામપુરા હાઇસ્કુલ, હાઉસીંગ સોસાયટી, સલેમપુરા સ્કુલ
નાની બજાર ચોક, મોટી બજાર ચોક, તીનબત્તી ચોક, કે. મા. ચોક્સી સ્કુલ, જ્ઞાનમંદિર સ્કુલ, મીડલ સ્કુલ કેમ્પસ, જી. ડી. મોદી કોલેજ, મરઘાં વિસ્તરણ કેન્દ્ર, સરસ્વતી હાઇસ્કુલ, પટેલ ડેરી- દૂધ મંડળી જોડનાપુરા, તિરૂપતિ સાસોયટી-અમૂલ પાર્લર, ઉમીયા માતા મંદિર ચોક, બેચરપુરા- કૈલાશનગર, મીરાં ગેટ અને ગણેશપુરા-હનુમાન ચોકનો સમાવેશ થાય છે.
From – Banaskantha Update