ડીસામાં મધરાતે ક્રુરતાપૂર્વક બળદોને બાંધીને લઇ જતા 2 ઇસમો ઝડપાયા

- Advertisement -
Share

ડીસા તાલુકાના ગામેથી મધરાત્રે પીકઅપ ડાલામાંથી બે બળદને ક્રુરતાપુર્વક બાંધીને લઇ જતાં ઇસમો ઝડપાયા છે. વિગતો મુજબ ગૌરક્ષક પોતાના મિત્રો સાથે કુચાવાડા ટોલટેક્ષ પાસેથી ઉભા હતા. આ દરમ્યાન પાંથાવાડા તરફથી પુરઝડપે એક પીકઅપ ડાલું આવતું હોઇ તેને રોકાવી તલાશી લેતાં અંદર બે બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને વગર પાસપરમીટે લઇ જતાં હોવાનું ખુલ્યુ હતુ. જેથી તાત્કાલિક બળદો સહિત ઇસમોને પોલીસ સ્ટેશને લઇ જઇ તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ટોલટેક્ષ પાસેથી પીકઅપ ડાલામાં પરમીટ વગર બળદોને લઇ જતાં બે ઇસમ ઝડપાયા છે. દાંતીવાડાના ગૌરક્ષ હિમાલયકુમાર માલોસણીયા પોતાના મિત્રો સાથે ગઇકાલે મોડીરાત્રે કુચાવાડા ટોલટેક્ષ પાસે ઉભા હતા. આ દરમ્યાન પાંથાવાડા તરફથી એક પીકઅપ ડાલું પુરઝડપે આવતું હોઇ તેને રોકાવી તલાશી લીધી હતી. જેમાં બે બળદો ક્રૃરતાપુર્વક બાંધેલી હાલતમાં અને તેમની માટે ઘાસચારાની કે પાણીની પણ વ્યવસ્થા ન કરી હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ તેમની પાસે બળદોને લઇ જવાનું પાસ પરમીટ પણ ન હોવાથી બંનેને પોલીસ મથકે લઇ ગયા બાદ તેમની સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

 

 

 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગૌરક્ષક હિમાલયકુમાર અને તેમની ટીમ દ્રારા અવાર-નવાર આવી ગાડીઓને પકડવામાં આવતી હોય છે. ગઇકાલે મધરાત્રે હિમાલયકુમાર અને તેમની ટીમે પીકઅપ ડાલામાં બળદોને ક્રૃરતાપુર્વક બાંધીને લઇ જતાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પીકઅપ ડાલું કિ.રૂ. આ.1,00,000નું ગણી બંને ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે. ડીસા રૂરલ પોલીસે દિનેશ વિહાજી કોળી ઠાકોર અને પપ્પુ કાળુભાઇ લુહાર સામે આઇપીસી 279, 114, મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(d), 11(1)(e), 11(1)(h), 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!