ડીસામાં ફૂડ વિભાગના દરોડા : GIDCની હરેકૃષ્ણામાંથી શંકાસ્પદ 273 કિલોનો મરચાનો જથ્થો સીઝ કરાયો

- Advertisement -
Share

ડીસામાં મગળવારે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી હરે કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં મરચાની તપાસ હાથ ધરી હતી અને જેમાં ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ મરચાનો જથ્થો સિઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસાની “ડી ફોર ડુપ્લીકેટ” તરીકેની રાજ્યવ્યાપી છબી ખરડાઈ છે જેના કારણે અવાર નવાર ફૂડ વિભાગ પણ તપાસનું તરકટ રચી નામ માત્રની તપાસ કરી સંતોષ માનતી હોય છે ત્યારે આજે મંગળવારે પાલનપુર ફૂડ વિભાગની ટિમ દ્વારા ડીસા બનાસ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલી હરેક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ મરચાંની ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી.
જ્યાં શંકાસ્પદ મરચાનો જથ્થો મળી આવતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 273 કિલો મરચાંનો જથ્થો સીઝ કરી તેના સેમ્પલ ચકાસની લઈ અર્થે મોકલી આપ્યા હતા. આ મામલે ફૂડ અધિકારી ગુર્જરે જણાવ્યું હતું કે, આજે અમે રુટિંગ તપાસમાં જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી હરેકૃષ્ણા મરચાની ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ કરતા 273 કિલો શંકાસ્પદ મરચાનો જથ્થો સિઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે અને અને રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!