અમીરગઢ બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ : 43.42 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત

- Advertisement -
Share

અમીરગઢ બોર્ડર પર પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટી માત્રામાં ટ્રક મારફતે ભારતીય બનાવટની વિદેશી દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસે ચેકિંગમાં એક ટ્રકમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ 490 પેટી અને ટ્રક સહિત 43.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં અવનવા કીમિયા અપનાવી મોટી માત્રામાં દારૂ પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી હોવાથી પોલીસ દ્વારા ગુજરાતમાં રાજસ્થાનથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ઘુસાડવા આવતો અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્યારે આજે અમીરગઢ પોલીસ દ્વારા અમીરગઢ પાસે આવેલ બોર્ડર પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રકમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો હતો તેને અટકાવી ટ્રકમાં તલાસી લેતા ટ્રકમાં દારૂની 490 પેટી મળી આવેલ જે બાદ પોલીસે દારુ સહિત 43.42 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!