હોળી – ધુળેટીના એક સપ્તાહના મિનિ વેકેશન બાદ ડીસા માર્કેટયાર્ડ જણસીઓથી ધમધમ્યુ

- Advertisement -
Share

હોળી ધુળેટીના એક સપ્તાહના મિનિ વેકેશન બાદ સોમવારથી ડીસા માર્કેટયાર્ડ ધમધમ્યુ હતું. ડીસામાં સોમવારે તમાકુની 50 હજાર બોરીની આવક નોધાઇ છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં આવેલ અનાજ બજારમાં મુખ્યત્વે હમાલ તેમજ તોલાટ (મજુર) રાજસ્થાનના હોય છે. રાજસ્થાનના હોળી ધુળેટીના તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

 

 

ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં કામ કરતાં મજુરો હોળી અગાઉ વતનની વાટ પકડી હતી. જો કે, તહેવાર પૂર્ણ થઇ જતાં વતનમાં ગયેલાં મજુર પરત ફરતાં સોમવારથી ગંજ બજાર ધમનમવા લાગ્યાં હતાં.

 

 

વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં સોમવારે તમાકુની 50 હજાર બોરીની આવક નોધાઇ હતી. આ ઉપરાંત રાયડો, ઘંઉ, એરંડા, રાજગરો સહિતની જણસીઓની પણ નોધપાત્ર આવક જોવા મળી હતી.

 

 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે નવ દિવસના વેકેશન બાદ હરાજીનું કામકાજ શરૂ થયું છે. જેમાં સોમવારે તમાકુની સારી આવક જોવા મળી હતી. આ ઉપરાંત અન્ય ખેત પેદાશની પણ આવક થઇ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!