રાણપુરમાં અસરગ્રસ્તને ફાળવેલ જમીનનો રેકર્ડ નાયબ કલેકટર કચેરીમાંથી ગાયબ

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામે યુનિવર્સિટીના અસરગ્રસ્તને જમીન વગર ફાળવણી કરી પાલનપુર નાયબ કલેકટરએ કર્યા બાદ હવે રેકર્ડ ગુમ થયાનો લેખિતમાં જવાબ આપતા જમીન કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે.

[google_ad]

 

બનાસકાંઠામાં અસરગ્રસ્તોના નામે જમીન માફિયાઓ દ્વારા જમીન પડાવવાનો નેટવર્ક 2011ની સાલથી ચાલી રહ્યું છે ત્યારે ડીસાના રાણપુર ગામે દાંતીવાડાના જોરાપુર ગામના ખેડૂતની 1973માં જમીન યુનિવર્સિટીમાં ગયા બાદ 2012માં ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ જમીન સ્થળ પર ન હોવા છતાં પાલનપુર નાયબ કલેકટરએ રાણપુર ગામની જમીન ફાળવી દેતા વિવાદ થયો છે.

[google_ad]

ત્યારે 1973માં રાણપુર ગામે યુનિવર્સિટીના અસરગ્રસ્તો કેટલી જમીન આપી અને હજુ કેટલા અસરગ્રસ્તો બાકી છે જે બાબતે નાયબ કલેક્ટર પાલનપુર પાસે માહિતી માંગતા અને વિવાદ વકરતા માહિતીનો રેકર્ડ મળતું નથી એવો જવાબ આપતા વિવાદ વધુ વકર્યો છે અને નાયબ કલેકટર કચેરી પાસે સત્તા ન હોવા છતાં જમીન ફાળવણી બાદ તેમના સુધી રેલો આવે તે પહેલાં રેકર્ડ ગુમ કરી દેતા હવે વિવાદ વધુ થવા પામ્યો છે અને જમીનની ફાઈલો ગુમ કોણે અને કેમ કરી હશે તેને લઈને નાયબ કલેકટર કચેરી વિવાદમાં આવી છે.

[google_ad]

યુનિવર્સિટીની જમીન રાણપુર ફાળવવાનો હક્ક ડીસા નાયબ કલેકટર પાસે છે છતા તેઓ દ્વારા ફાળવતા મહિના અગાઉ અરજદાર પાલનપુર નાયબ કલેકટરમાં 08/06/2021ના માહિતી અધિકારી હેઠળ માંગેલ હતી. તે સમયે જણાવેલ કે, “આ રેકર્ડ અમે નાયબ કલેક્ટર કચેરી ડીસાને મોકલી આપેલ જેથી ડીસા નાયબ કલેકટર કચેરીમાં પણ તા.11.6.2021ના રોજ માહિતી માંગી હતી ત્યારે ડીસા નાયબ કલેકટરએ ડીસા મામલતદારને માહિતી આપવા 15/06એ પત્ર લખેલ જયારે ડીસા મામલતદારએ આ માહિતીનો રેકર્ડ પાલનપુર નાયબ કલેકટર પાસે હોઈ 24/06એ પત્ર નાયબ કલેકટર પાલનપુરને મોકલેલ.”

[google_ad]

જોકે, હજુ સુધી માહિતી મળી નથી તો નાયબ કલેકટર પાલનપુરએ માહિતીનો રેકર્ડ ન હોવાનું અરજદારને લેખિતમાં જવાબ આપતા વગર રેકર્ડએ જમીન કઈ રીતે ફળવાઈ તેને લઈને હવે વિવાદ વધુ થયો છે અને જમી કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે.

[google_ad]

દાંતીવાડા યુનિવર્સિટીમાં 1973માં જમીન ખેડૂતોની સંપાદન થતા ખેડૂતોને રાણપુર જમીન આપવા 200 એકર એક વાયર કરી હતી અને નાયબ કલેકટર પાલનપુરએ જમીન ખેડૂતોને ફાળવી હતી. જેમાં એક ખેડૂત જગસી હેમા રબારીની જમીન પણ યુનિવર્સિટીમાં ગઈ હતી અને જેને જમીન ફળવાઈ ન હતી. જોકે, ત્યારબાદ 18/11/2011ના રોજ તેમના પૌત્રને જમીન નાયબ કલેકટર પાલનપુરએ રાણપુરમાં 4 એકર જમીન ફાળવેલી.

[google_ad]

 

Advt

 

જોકે, બાદમાં રાણપુરના અરજદારને જમીન ફાળવણીમાં શંકા જતા તેઓએ નાયબ કલેકટર પાલનપુર પાસે ક્યાં માહિતી માંગેલ જેમાં કેટલા ખેડૂતોને જમીન ફાળવણી કરેલ અને કેટલી કરેલ સાથે 2011માં જમીન ફાળવણી કરેલ જે ક્યા આધારે કરી જે માહિતીના જવાબમાં નાયબ કલેકટરએ જણાવેલ કે, યુનિવર્સિટીના અસરગ્રસ્તોનો રેકર્ડ મળી આવેલ નથી. ત્યારે મહત્વની વાત એ છે કે જો રેકર્ડ ગુમ હોય તો જમીન ફાળવણી ક્યા આધારે કરી. જે બાબતને લઈને પાલનપુર નાયબ કલેકટરની કચેરી વધુ શંકાના દાયરામાં આવી છે.

[google_ad]

રાણપુર ગામના કલ્યાણ ભાઈ રબારી, રમેશભાઈ માળી અને ભરતભાઇ સુંદેશા નામના અરજદારે જણાવ્યું હતું કે, “આ જમીન ઉપલબ્ધ ન હોવા છતા ખોટી રીતે હુકમ કરેલ હોઈ અમો તમામ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ACBમાં ફરિયાદ કરીશું અને આવા અધિકારીઓ અને જમીન માફિયાઓને સબક શીખડાવીશું.”

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!