બનાસકાંઠાનાં ચિભડા ગામની પરણિત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવતા અરેરાટી

- Advertisement -
Share

દેશમાં ભલે મહિલા શસ્ત્રીકરણની મોટી મોટી વાતો થતી હોય પણ હકીકત આજે પણ જુદી છે મહિલાઓ પર ભેળવભ અને તેમના પર અત્યાચાર થવાની અનેકો ઘટના સામે આવે છે તો કેટલીક મહિલાઓ માનસિક ત્રસ્ત બની આખરે આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકવી દેવાની ઘટનોમાં રોજબરોજ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે દિયોદર તાલુકાના ચિભડા ગામે એક મહિલાએ દવા પી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.

 

 

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચિભડા ગામે હેતલબેન પ્રજાપતિ જે એક સંતાનની માતા હતા તેઓના સાસરિયા પક્ષ દ્વારા વારંવાર અલગ અલગ બાબતે માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો છે જેથી હેતલબેન તેમના સાસરિયા પક્ષથી માનસિક ત્રાસી ગયેલ હતા.

 

 

જ્યારે આજે દિયોદરના ચિભડા ગામે મૃતક હેતલબેન પ્રજાપતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી દેવાથી પરિવામાં શોકમય વાતાવરણ બની ગયું છે જ્યારે એક સંતાન પરથી માતાનો સાયો દૂર થઈ ગયું છે, આમ કેટલી પરિણીતઓ આત્મહત્યા કરવા મજબૂર બનશે અને ક્યારે રોક લાગશે આવી બાબત પર સમાજ અને સરકારે આવી ઘટનાઓને રોકવા પ્રબળ પ્રયત્નો કરવા જોવે તેવી લોક માંગણી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!