પાલનપુર APMC માર્કેટયાર્ડની ચૂંટણી માટેની પ્રથમ મતદાર યાદી પ્રસિધ્ધીમાં મળતીયાઓના નામ ઉમેરાતાંના આક્ષેપોથી ભારે વિવાદ સર્જાયો છે. જેમાં વર્તમાન સત્તાધીશોએ પોતાની સત્તા ટકાવી રાખવા ચૂંટણી લક્ષી લાયસન્સ આપી મતદાર યાદીમાં નામ ઉમેરાયા હોવાના વેપારીઓ દ્વારા આક્ષેપો કરાયા.
[google_ad]
જ્યારે ગુરૂવારે વેપારીઓ હડતાળ પર ઉતરતાં માર્કેટયાર્ડમાં મોટાભાગની પેઢીઓ બંધ રહી હતી. વેપારીઓએ જ્યાં મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
[google_ad]
પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીને અનુલક્ષી પ્રથમ મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ હતી. જેમાં મળતીયાઓના નામ ઉમેરાતાં વેપારીઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. વર્તમાન સત્તાધીશોએ પોતાની સત્તા ટકાવી રાખવા ચૂંટણી લક્ષી લાયસન્સ આપી મતદાર યાદીમાં નામ ઉમેરાયા હોવાનો આક્ષેપો કરાયા છે.
[google_ad]
જ્યારે ગુરૂવારે વેપારીઓ હડતાળ પર ઉતરતાં માર્કેટયાર્ડમાં મોટાભાગની પેઢીઓ બંધ રહેતાં માલ લઇ આવેલા ખેડૂતો અટવાતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. વેપારીઓએ એક સૂર થઇ જ્યાં સુધી મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
[google_ad]
From – Banaskantha Update