ધાનેરાના થાવર ગામે બારોટ સમાજે સરસ્વતીજીની પૂજા સાથે ચોપડા પૂજન કર્યું

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના થાવર ગામે આજે વસંત પંચમી નિમિતે વહીવનચા બારોટ સમાજના આગેવાનોએ સરસ્વતી વંદના સાથે ચોપડા પૂજન કરવામાં આવ્યું થાવર ગામે મોટી સંખ્યામાં જજમાન સાથે રાખીને સરસ્વતી આરાધનાની સાથે ચોપડા પૂજન કરવામાં આવ્યું બારોટ સમાજ ગળેમાં સરસ્વતીનો વાસ છે જે અંતર્ગત આજે પણ લોક સસ્કૃતિના દુહાઓ ગાઈને હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા.

 

 

વધુમાં વાત કરવામાં આવે તો ચંદ બરદાઈજી વસંત પંચમી એટલે આપણા મહા કવિવર એવા ચંદ બરદાઈજીની યાદનો દિવસ આમ પણ બારોટ સમાજ માટે મહત્વનો દિવસ પણ આ દિવસે આપણા પ્રાત: સ્મરણિય કહેવાય છે કે આજના દિવસે કવિવરે મહંમદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણના હાથે શબ્દવેધી બાણ ચલાવી ખતમ કરેલ અને આજના દિવસે જ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બરદાઈજી એકબીજાને કટાર મારી અમર થયેલ મિત્રતાનું ઉતમ ઉદાહરણ એટલે ચંદ બરદાઈજી દિલ્હીપતિ નરેશ પૃથ્વીરાજ ચૌહાણના એકમાત્ર મિત્ર અને બારોટજી હતા કે જેઓ ભારતવર્ષમાં અમર થઈ ગયા ઘોરી કોઈપણ પ્રકારે પૃથ્વીરાજ ને છોડશે નહીં પરંતુ તેમ છતાં પોતાના જીવનુ બલિદાન આપીને મિત્ર પૃથ્વીરાજને ભારતવર્ષમા અમરત્વ આપતા ગયા. આમ વર્ષોના ઇતિહાસને આજે પણ બારોટ સમાજના ચોપડે લખાયેલ છે જેનો લાભ આજે પણ નવી પેઢીને મળી રહ્યો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!