ડીસા: મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં 2 યુવકનાં ઘટનાસ્થળે જ મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

- Advertisement -
Share

ડીસાના રસાણા કોલેજ પાસે સર્જાયો અકસ્માત બાઈક સ્લિપ ખાતા 2 યુવાનોના ઘટનાસ્થળે નિપજ્યા મોત.

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે ત્યારે ગત મોડીરાત્રે ડીસા તાલુકાના રસાણા ગામે પાસે આવેલ નર્સિંગ કોલેજ પાસે રાત્રિના સુમારે બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક પર સવાર 2 યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હોવાની ઘટના બહાર આવી છે.

[google_ad]

અકસ્માતના પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. ગ્રામજનો દ્વારા 108ને જાણ કરાતા 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

[google_ad]

તપાસ દરમિયાન બંને યુવાનો ડીસા તાલુકાના ખરડોસણ ગામના પ્રકાશજી પાંચાજી ઠાકોર અને સુખાજી વિહાજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું બંને યુવાનો હાલ રસાણા ગામમાં એક ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હોવાનું ગ્રામજનો જણાવ્યું હતું. પોલીસ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનોની લાશોને હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.

[google_ad]

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!