ડીસામાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં યુવક ઘાયલ

- Advertisement -
Share

 

ડીસાના રાજમંદિર સર્કલ નજીક મંગળવારે રોંગ સાઇડમાં આવતાં ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ઇજાઓ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અકસ્માતના પગલે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે અને રોજબરોજ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

 

 

ત્યારે મંગળવારે વધુ ડીસાના રાજમંદિર સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડમ્પર ચાલક નં. GJ-08-AU-6319 રોંગ સાઇડમાં આવતાં બાઇક ચાલકને અડફેટે લીધો હતો.

 

 

આ અકસ્માતમાં ડમ્પર ચાલકે અડફેટે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અકસ્માતને લઇને રાજમંદિર સર્કલ નજીક ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

 

જ્યારે તાત્કાલીક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફીકજામ દૂર કર્યો હતો. જ્યારે બાઇક ચાલક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!