કાંકરેજમાં નેશનલ હાઇવે પર ધાબામાં અચાનક ટ્રેઇલર ઘૂસી ગયું : ડ્રાઇવર ગાડી મૂકી ફરાર

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના રાધનપુરથી પાલનપુર નેશનલ હાઇવે પર સોમવારે સવારે વડા નજીક આવેલ ધાબા આગળ એક ઇકો ગાડી પડી હતી. ત્યારે અચાનક પાછળથી આવી રહેલ ટ્રેઇલરના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રેઇલર ધાબામાં ઘૂસી ગયું હતું. જોકે, સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. જેમાં ઇકો ગાડીને પાછળથી ટક્કર મારતાં નુકશાન થયું હતું.

[google_ad]

આ અકસ્માતની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના રાધનપુરથી પાલનપુર નેશનલ હાઇવે પર સોમવારે સવારે વડા નજીક આવેલ ધાબા આગળ એક ઇકો ગાડી પડી હતી. ત્યારે અચાનક પાછળથી આવી રહેલ ટ્રેઇલર નં. HR-55-AD-7480ના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રેઇલર ધાબામાં ઘૂસી ગયું હતું.

[google_ad]

જોકે, સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. જેમાં ઇકો ગાડીને પાછળથી ટક્કર મારતાં ગાડીના માલિકને નુકશાન વેઠવવાનો વારો આવ્યો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેમાં ડ્રાઇવર ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!