ઉત્તર ગુજરાતમાં દિવસભર વાદળો ગોરંભાયા પરંતુ વરસાદે હાથતાળી આપી

- Advertisement -
Share

ઉત્તર ગુજરાતમાં રવિવારે સવારથી આકાશમાં વાદળો ગોરંભાયા હતા પરંતુ લોકોની આતુરતા વચ્ચે વરસાદે હાથતાળી આપી હતી જેના લીધે ભેજવાળા વાતાવરણ વચ્ચે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લોકો બફારાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

[google_ad]

 

 

ઉત્તર ગુજરાતના આ પંથકમાં ચોમાસાના પ્રારંભ સાવત્રિક વરસાદ પડ્યો હતો ત્યારબાદ છેલ્લા વીસેક દિવસથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જાણે રિસામણા લીધા છે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં સરેરાશ તાપમાન 30થી 35 ડિગ્રી વરચે રહેતા ગરમી અને ઉકળાટ જોવા મળે છે. વરસાદ ખેચાતા ખેડૂતો વરસાદની આશાએ પોતાના ખેતરોમાં ચોમાસુ પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો પિયતના અભાવે ખેતી જાય તેની ચિંતામાં ઘેરાયા છે.

[google_ad]

 

 

કોરોના બાદ હવે વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ બને એવા સંજોગો ઉભા થયા છે. ગત વર્ષે 15 જુલાઈ સુધીમાં સિઝનનો કુલ વરસાદના 25%થી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષ ત્રણે જિલ્લામાં સિઝનનો માંડ 10% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

[google_ad]

 

 

જેના લીધે ગામ તળાવ અને ડેમમાં પાણીના તળિયા નીચે ઉતરી રહ્યા છે. પરંતુ રવિવારથી ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં સવારથી આકાશે વાદળો ગોરંભાયા હતા જેના લીધે વરસાદની આશા જોવાઈ રહી હતી પરંતુ વરસાદે હાથતાળી આપતા જિલ્લામાં ક્યાં વરસાદ પડયો હોવાના અહેવાલ મળ્યા નથી જ્યારે આખો દિવસ ભેજવાળું વાતાવરણ રહેતા ઉકળાટ તેમજ બફારો વધતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.

[google_ad]

 

 

બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસ્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા જૂન મહિનાના બીજા પખવાડિયામાં થયેલ પ્રથમ સારા વરસાદથી આ વર્ષ સારો વરસાદ થશે તેવી ખેડૂતોને આશા જાગી હતી.

[google_ad]

 

 

પરંતુ ત્યારબાદ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ફરી એકવાર વરસાદના વિરામથી હવામાનમાં ભેજનું પ્રમાણ વધવા પામ્યું છે જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ 5 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી રહી નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!