હળવદ નજીક તેલનું ટેન્કર પલ્ટ્યું : તેલ ઢોળાતાં લેવા માટે લોકોની પડાપડી

- Advertisement -
Share

હળવદના કવાડીયા નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે જતા તેલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઇ ગયું હતુ. આથી ટેન્કરમાંથી રોડ પર ઢોળાયેલું તેલ લેવા માટે ‌લોકોએ પડાપડી કરી હતી. લોકો ડોલ, ડબ્બા કે તપેલી જે મળે એ લઇ તેલ ભરવા પડાપડી કરી હતી.

[google_ad]

[google_ad]

હળવદ-ધાંગધ્રા-માળિયા હાઈવે રોડ પર અવારનવાર ગોઝારા અકસ્માત થવાના બનાવો બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સોમવારે સવારે હળવદ નજીક કવાડીયા ગામના પાટિયા પાસે બન્યો હતો. હળવદથી ધ્રાંગધ્રા ગામ તરફથી આવતુ તેલ ભરલુ ટેન્કર એકાએક પલટી મારતા તેલની રેલમછેલ સર્જાઇ હતી.

[google_ad]

[google_ad]

આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે દોડીને તેલ લેવા માટે લોકોએ કેરબા ડબા સહિતના વાસણોથી તેલ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ફરીયાદ નોંધવાની તાજવીજ હાથ ધરી હતી.

[google_ad]

[google_ad]

આ અકસ્માતના બનાવમાં ટેન્કરમાંથી હજારો લીટર તેલ રોડના સાઇડના ખાડામાં ઢોળાયું હતુ. સદભાગ્યે ટેન્કર ચાલકને સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. હળવદના કવાડીયા પાસે તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.

[google_ad]

[google_ad]

 

[google_ad]


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!