પરિણીત યુવક સગીરાને બદ ઇરાદે ડુંગરોમાં લઇ ગયો : લોકોએ ઝડપીને સજા કરી, વિડીઓ થયો વાઈરલ

- Advertisement -
Share

અરવલ્લીમાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગામ લોકો ભેગા થઇને યુવકને માર મારી રહ્યા છે અને તેનું મુંડન કરવામાં આવ્યું છે. આ યુવક પર આક્ષેપ છે કે, તે સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. તેને સગીરા સાથે શારિરીક સબંધ બનાવવા હતા. જેથી તે તેને ત્યાં લઇ જવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.

[google_ad]

આ પહેલા પણ બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવકનું મુંડન કરી સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. અવાર-નવાર સજાના વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, કોઇને પણ સજા આપવા માટે પહેલા પોલીસની મદદ કેમ લેવામાં આવતી નથી. કાયદો લોકો હાથમાં લઇને વારંવાર તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, એક વાયરલ વિડીયોમાં એક યુવકને માર મારવામાં આવ્યો છે અને તેનું મુંડન પણ કરવામાં આવ્યું છે. અરવલ્લીના માલપુરની એક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ જવું એક યુવકને ભારે પડ્યું છે. મેવાડા ગામના લોકોએ યુવકને સજા આપીને વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો છે.

[google_ad]

યુવક એક સગીરાને ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. તે દરમિયાન આ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ માલપુરના મેવાડા ગામના અમુક લોકોએ યુવકને સજા આપી છે. સજા આપીને યુવકને માર મારીને મુંડન કરતો વિડીયો ઉતારીને વાયરલ પણ કરવામાં આવ્યો છે.

[google_ad]

 

વિડીયોમાં લોકો આ યુવક પર આક્ષેપ કરી રહ્યા છે કે, તે સગીરાને લલચાવીને શારિરીક સબંધ બાંધવા માટે ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. આ યુવક પરણિત છે અને છોકરી સગીરા છે.

[google_ad]

Advt

આ ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ સાથે રોષ ભભૂક્યો છે. સ્થાનિક આગેવાનોએ આ યુવક પાસેથી લેખિતમાં લીધું હતું કે, આવું ફરીથી તે નહીં કરે. જોકે, જે રીતે વિડીયો વાયરલ થયો છે તેને જોતા લાગી રહ્યું છે કે, માલપુર પોલીસ દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!