બેન્ક, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, રિફાઈનરી શેરોમાં તેજીઃ સેન્સેક્સ 210 પોઇન્ટ વધ્યો, રૂપિયામાં 8 પૈસાની મજબૂતી

- Advertisement -
Share

પસંદગીના શેરોમાં ફંડોની વ્યાપક પ્રમાણમાં ખરીદી નિકળતા તેમ જ વૈશ્વિક બજારોમાંથી તેજીના સંકેત મળતા ભારતીય શેરબજારમાં આશરે 210 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો છે. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, SBI, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ, HDFCના શેરોમાં તેજી નોંધાઈ છે. જોકે ટાટા સ્ટીલ, TCS, NTPC, બજાજ ઓટોના શેરોમાં મંદીમય માહોલ જોવા મળ્યો છે. વિવિધ સેક્ટર જોઈએ તો બેન્ક, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, રિફાઈનરી સેક્ટરે આજે તેજીની આગેવાની કરી છે. જોકે મેટલ અને IT સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં મામુલી સુધારો જોવા મળે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે નિફ્ટી પણ 55.65 પોઇન્ટ એટલે કે 0.46 ટકા વધી 12,182.20 રહી હતી. બીજીબાજુ ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 8 પૈસા સુધરી 71.23 સપાટી પર ખુલ્યો છે.સ્થાનિક શેરબજારમાં જોવા મળતી તેજીની રૂપિયા પર અસર જોવા મળે છે. ગઈકાલે ફોરેન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FII) દ્વારા રૂપિયા 504.13 કરોડની કિંમતના શેરની વેચવાલી કરવામાં આવી હતી. સેન્સેક્સ પેકની 30 પૈકી 18 કંપનીમાં તેજી અને 12 કંપનીમાં તેજી જોવા મળે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!