વાવના ધારાસભ્ય માનતા પુરી કરવા 55 કિલોમીટર પગપાળાએ નીકળ્યા : અનેક લોકો જોડાયા

- Advertisement -
Share

આવતીકાલે 55 કિલોમીટર પગપાળા યાત્રા કરીને વાવના ધારાસભ્ય ઢીમા પહોંચશે અને ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને ચરણોમાં શિશ ઝૂકાવશે

 

બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલાં લમ્પી વાયરસ નાબૂદ થાય તે માટે ભાભરથી ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે પગપાળા ચાલતાં જવાની માનતા માની હતી.
જોકે, હવે લમ્પી વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થતાં ગેનીબેન ઠાકોર પોતાની માનતા પુરી કરવા 55 કિલોમીટરની લાંબી પગપાળા યાત્રા શરૂ કરી છે. જેમાં ગેનીબેન સાથે કોંગ્રેસના કાર્યકરો, લોકો સહીત અનેક ગૌ ભક્તો જોડાયા છે.

થોડા સમય પહેલાં ગાયમાં લમ્પી વાયરસ નામનો રોગ આવતાં અનેક ગાયો મોતને ભેટી હતી. ત્યારે અનેક ગાય લમ્પી વાયરસના ભરડામાં આવતાં તેમની હાલત કફોડી બની હતી.
જોકે, લમ્પીગ્રસ્ત ગાયની હાલત ખૂબ જ દયનીય થતાં લોકોએ અનેક રીતે તેમની સારવાર કરીને તેમને બચાવવા માટેના પ્રયાસો કર્યાં હતા.

તે સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એક ગૌ શાળાની મુલાકાતે જતાં લમ્પીગ્રસ્ત ગાયને જોઇને તેમનું હૃદય દ્રવી ઉઠતાં તેમને જો લમ્પી વાયરસ નાબૂદ થાય તો તેમના વતન ભાભરથી વાવના ઢીમામાં
આવેલા ધરણીધર ભગવાનના મંદિર સુધી 55 કિલોમીટર ચાલતાં જઇને ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને તેમના દર્શન કરવાની માનતા માની હતી.
જેના ભાગરુપે હવે લમ્પી વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થતાં ગેનીબેન ઠાકોર શુક્રવારે ભાભરથી રથ લઇને પોતાની માનતા પુરી કરવા ઢીમા જવા માટે પગપાળા નીકળ્યા છે.

 

ગેનીબેન ઠાકોર સાથે કોંગ્રેસના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો તેમજ ગૌ ભક્તો જોડાયા છે. આ પગપાળા યાત્રામાં આવતાં અનેક ગામોના લોકો દ્વારા ગેનીબેન ઠાકોરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
આવતીકાલે 55 કિલોમીટર પગપાળા યાત્રા કરીને ગેનીબેન ઢીમા પહોંચશે અને ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને ચરણોમાં શિશ ઝૂકાવશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!