અંબાજીમાં એક મહિનામાં 1.51 લાખ માઇભક્તોએ વિનામૂલ્યે ભોજનપ્રસાદનો લાભ લીધો

- Advertisement -
Share

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે તા.14/06/2021થી શરુ કરાયેલ સદાવ્રત(વિનામુલ્યે ભોજન)ને યાત્રિકો તેમજ અંબાજી ગ્રામજનો દ્વારા અત્યંત આવકારદાયક અને ઉત્સાહપૂર્વકનો પ્રતિસાદ મળી રહ્યો છે.

[google_ad]

 

કલેકટર આનંદ પટેલના ઐતિહાસિક નિર્ણયથી યાત્રાધામ અંબાજી ખાતે તા.14/06/2021ના રોજ જય જલિયાણ ફાઊન્ડેશન દ્વારા સદાવ્રત શરુ કરવામાં આવ્યું હતું. આ સદાવ્રત શરું થવાથી અંબાજીમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ તથા અંબાજીના ગ્રામજનો ખુબ જ સારી રીતે માતાજીના આશીર્વાદ સમાન ભોજનનો લાભ લઇ રહ્યાં છે.

[google_ad]

 

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, વહીવટદાર અને નાયબ કલેકટર એસ.જે.ચાવડા તથા જય જલિયાણ સદાવ્રતના સભ્યો દ્વારા આજે અંબિકા ભોજનાલયમાં ખુબ સારી રીતે ચાલી રહેલ સદાવ્રત અંગે અંબિકા ભોજનાલય ખાતે મુલાકાત કરવામાં આવી હતી તથા જરૂરી સુચન અને આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

[google_ad]

 

Advt

અંબિકા ભોજનાલય ખાતે દરરરોજ સરેરાશ 5,000 જેટલા ભાવિકો સદાવ્રતમાં વિનામૂલ્યે ભોજનનો લાભ લે છે. તા.14/06/2021થી તા.17/07/2021 સુધીમાં 1,51,517 જેટલા ભક્તોએ સદાવ્રતમાં માં અંબેના આશીર્વાદ સમાન ભોજન પ્રસાદનો લાભ લીધો છે. અંબાજીમાં આવનાર યાત્રિકો તેમજ સમસ્ત અંબાજી નગરના રહેવાસીઓ દ્વારા આ સદાવ્રતને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

[google_ad]

 

 

અંબાજીમાં પધારતા યાત્રિકો તેમજ ગ્રામજનોમાં ખુબ જ આનંદની લાગણી પ્રસરી રહી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા યાત્રાળુઓ માટે તથા ગ્રામજનો માટે દિન –પ્રતિદિન ખુબ જ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે. આપ સૌએ સમાજ સેવાના આ ભગીરથ કાર્યમાં આપેલ સહકારને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!