ડીસાના શેરપુરા-ધુણસોલ નજીક 2 બાઇકો સામસામે ટકરાતાં 4 યુવકો ઘાયલ

- Advertisement -
Share

4 યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

 

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાંય સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે. ગફલતભરી ડ્રાઇવીંગ અને પૂરપાટઝડપે વાહનો હંકારતા વાહનચાલકોને ઉતાવળ પહોંચી જવાના હેતુથી માર્ગ અકસ્માતોની દિન-પ્રતિદિન ઘટનાઓ ઘટી રહી છે.
ત્યારે બુધવારે ડીસાના શેરપુરા-ધુણસોલ રોડ પર 2 બાઇક સામસામે ટકરાતાં 4 જેટલાં યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને રોડ પર ઇજાગ્રસ્ત યુવકો તરફડીયા મારતાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

જ્યારે શેરપુરા રોડ પર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મળતાં 2 108 વાનની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

 

તાત્કાલીક અસરથી સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

ઇજાગ્રસ્ત થયેલા 4 પૈકી 2 યુવકો લગ્ન પ્રસંગે હાજરી આપવા જતાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ત્યારે ઝડપની મજા મોતની સજા સાબિત થઇ શકે છે.
સરકાર દ્વારા પણ વાહન ચાલકોને સંયમતા દાખવી વાહનો ધીમે ચલાવવા વિનંતી સાથે અપિલ કરવામાં આવે છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!