ડીસાના ટેટોડા સ્થિત શ્રી રાજારામ ગૌશાળા આશ્રમમાં સાત દિવસીય ગૌકથા યોજાશે

- Advertisement -
Share

શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં સાત દિવસીય શ્રી દિવ્ય ગૌકૃપા કથા મહોત્સવ યોજાનાર છે. જેમાં ભૈરવ ઉપાસક ગ્વાલ સંત સ્વામી ગોપાલાનંદ સરસ્વતિજી મહારાજ ગૌકથાનું રસપાન કરાવશે.

પરમ ભાગવત ગૌઋષિ શ્રધ્ધેય સ્વામી દત્તશરણાનંદજી મહારાજ ગૌધામ મહાતીર્થ પથમેડાના સાનિધ્યમાં શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં આગામી તા. 1 જુન થી તા. 7 જુન (સાત દિવસીય) સુધી શ્રી દિવ્ય ગૌકૃપા કથા મહોત્સવ અંતર્ગત ટેટોડા ગૌશાળાના પ.પૂ.સંત રામરતનજી મહારાજ, ગૌભકત ગણપતલાલ ભાટી તેમજ રાજન ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ભૈરવ ઉપાસક ગ્વાલ સંત સ્વામી ગોપાલાનંદ સરસ્વતિજી મહારાજ ગૌકથાનું રસપાન કરાવશે. શ્રી દિવ્ય ગૌકૃપા કથા મહોત્સવના મુખ્ય યજમાનનો લાભ કાંકરેજ તાલુકાના ખસા ગામના સ્વર્ગસ્થ રામજીભાઈ અગરાભાઈ ખરસાણ (પટેલ) પરીવાર દ્વારા લેવામાં આવ્યો છે. શ્રી રામધામ આશ્રમ, દેપાળીયા, તા. પડધરી, રાજકોટ દ્વારા સંત નાથાબાપા ધૂન મંડળ દ્વારા તા. 29 મેથી તા. 9 જુન સુધી અખંડ રામધૂન બોલાવશે. જેના યજમાનનો લાભ સ્વર્ગસ્થ જયંતિભાઈ વખતરામ ઠક્કર પરીવાર દ્વારા લેવામાં આવ્યો છે. તા. 1 જુનના રોજ ગૌકથાના પ્રારંભ પ્રસંગે પોથીયાત્રા ટેટોડાથી કથા સ્થળ સુધી નિકળશે તેમજ દરરોજ સવારે 09-00 થી બપોરે 01-00 કલાક સુધી ગૌકથા ચાલશે.

આ ઉપરાંત માણભટ્ટ આખ્યાનકાર વ્યાસ બ્રધર્સ, સંગીત વૃદ અમદાવાદના ચેતનભાઈ વ્યાસ અને કલ્પેશભાઈ વ્યાસ દ્વારા તા. 6 જુન ના રાત્રે 8-30 કલાકે ગૌમાતા મહિમા માણભટ્ટ આખ્યાન યોજાશે અને તા. 4 જુન ની રાત્રે 8-30 કલાકે ગૌ ભંડારા તથા લોક ડાયરા ના સહયોગી ગૌભકત મુળચંદભાઈ રામાભાઈ ગામી પરીવાર પાલનપુર દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાશે. જેમાં કલાકાર માયાભાઈ આહીર અને હાસ્ય કલાકાર હરદેવભાઈ આહિર લોકોને મંત્ર મુગ્ધ કરશે. આથી સાત દિવસીય ગૌકથા મહોત્સવ માં પધારવા અને યથા શક્તિ દાન આપવા ટેટોડા ગૌશાળા ના રામરતનજી મહારાજ એ અપિલ કરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!