પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વધુ 250 બેડ વધારાશે, નવો ઓક્સિજન પ્લાન્ટ ફાળવાયો

- Advertisement -
Share

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈ વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન બેડ વધારવાની કામગીરી કરાઈ રહી છે તેવામાં હવે પાલનપુર સિવિલને 500 બેડથી સજ્જ કરવાનું આયોજન હાથ ધરાયુ છે.

[google_ad]

પાલનપુર સિવિલ સંકુલમાં જ આવેલી નર્સિંગ કોલેજમાં 200 ઓક્સિજન બેડ લગાવવામાં આવશે.અને 50 બેડ સિવિલમાં લગાવાશે. આ ઉપરાંત પીએમ કેર ફંડમાંથી પાલનપુર સિવિલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે.જેને લઈ જિલ્લા માં આનંદની લાગણી છવાઈ છે.જોકે આ સુવિધા કાયમીધોરણે ઉપલબ્ધ ધરહશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

[google_ad]

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારી આવનારા સમયમાં વધુ ન વકરે તેને લઇ સમગ્ર જિલ્લાની સરકારી અને ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં વધુ ને વધુ ઓક્સિજન બેડ ઉભા થઇ શકે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લા પંચાયત જિલ્લાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 19 જેટલી જગ્યા પર ઓક્સિજન પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે, તાલુકા કક્ષાએની મુખ્ય હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં જિલ્લાની પાલનપુર સ્થિત મુખ્ય બનાસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા હવે ડબલ કરવાનો નિર્ણય લેવાયો છે.

[google_ad]

 

[google_ad]

આ અંગેની વિગતો આપતા ટ્રસ્ટના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે ” શંકરભાઈની સૂચનાથી નવા 250 ઓક્સિજન બેડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત નર્સિંગ કોલેજના તમામ ફ્લોર પર બેડ લગાવવા નું આયોજન છે.

[google_ad]

આ ઉપરાંત પ્રધાનમંત્રી કેર ફંડમાંથી નવો ઓક્સિજન પ્લાન્ટ મંજૂર થયો છે જે કેન્ટીનની સામે ઉભો કરવામાં આવશે હાલ તેના ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું છે.” સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ” સરકારની મંજૂરી મળી ગઈ છે. આગામી સપ્તાહમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તાત્કાલિક કાર્ય પૂર્ણ કરવામાં આવશે.”

[google_ad]

કોરોનાની ઘાતક બીજી લહેરના 3 મહિનામાં એકલી પાલનપુર સિવિલમાં જ 1481 કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર અપાઇ હતી. જેમાં સહુથી વધુ એકજ દિવસમાં 224 દર્દીઓ દાખલ કરવા પડ્યા હતા.

[google_ad]

સુવિધાઓને વધુ બહેતર બનાવવા માટે બનાસ કોવિડ હોસ્પિટલમાંથી સારવાર લઈને ઘરે ગયેલા તમામ દર્દીઓના ફીડબેક લેવામાં આવ્યા હતા. જે દર્દીઓએ જે જે બાબતનું ધ્યાન દોર્યું છે તે સુધારવામાં આવશે. : બનાસ કોવિડ હોસ્પિટલ તંત્ર

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!