બનાસકાંઠામાં 500 ગ્રામ પંચાયતના નામે છેતરપિંડી આચરતાં ચકચાર : વિદ્યાર્થીઓને લેપટોપ સહાય માટે કયુ.આર. કોડ સાથે પત્રો લખીને લાલચ અપાઇ

- Advertisement -
Share

બનાસકાંઠાની 500 ગ્રામ પંચાયતના સરપંચોને પત્રો મળતાં ખળભળાટ મચ્યો : કયુ.આર. કોડ સ્કેન કરી રૂ. 560 ટ્રાન્સફર કરી 80 ટકા સબસીડીની લાલચ આપી : અમદાવાદની કન્સલ્ટન્સી દ્વારા ફ્રોડ હોવાનું બહાર આવ્યું

 

બનાસકાંઠા જીલ્લાની 500 ઉપરાંત ગ્રામ પંચાયતોના સરપંચોને છેલ્લા 10 દિવસથી અમદાવાદની ઇન્સ્ટીટયુટ દ્વારા જીલ્લામાં પ્રથમ વખતે કયુ.આર. કોડ સાથેના પત્રો મળી રહ્યા છે.

જેમાં વિદ્યાર્થીઓને લેપટોપની સહાયમાં 80 ટકા સબસીડી આપવાની લાલચ આપી રૂ. 560 ટ્રાન્સફર કરવાનું જણાવાયું છે.

 

જોકે, બનાસકાંઠા જીલ્લા સાઇબર ક્રાઇમ શાખાની તપાસમાં આ પત્રો છેતરપિંડીવાળા હોવાનું બહાર આવ્યું હોઇ લાલચમાં ન આવવા માટે જીલ્લાની પ્રજાને અપિલ કરાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ, વાવ, સૂઇગામ અને લાખણી સહીતના તાલુકાઓની 500 ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચોને છેલ્લા 10 દિવસથી અમદાવાદની ઓરબીટ કન્સલ્ટન્સીના નામે પત્રો મળી રહ્યા છે.
જેમાં જીલ્લામાં પ્રથમ વખત છેતરપિંડીનો નવો નુસખો અપનાવી કયુ.આર. કોડ છાપી વિદ્યાર્થીઓને લેપટોપની સહાયમાં 80 ટકા સબસીડી આપવાની લાલચ આપી રૂ. 560 ટ્રાન્સફર કરવાનું જણાવાયું છે.

 

તા. 12/08/2022 સુધીમાં આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પ્રક્રીયા પૂરી કર્યાં બાદ તા. 15 થી 29 ઓગષ્ટ 2022 સુધીમાં રૂબરૂ જીલ્લામાં બોલાવવાનું જણાવાયું છે.
પત્રમાં એવું પણ જણાવાયું છે કે, રૂ. 250 રજીસ્ટ્રેશન ફી ભરી છે તેમને જ આ પ્રક્રીયામાંથી પસાર થવાનું રહેશે. આડકતરી રીતે રૂ. 250 ભરાવી રજીસ્ટ્રેશન કરવાની લાલચ આપી આ છેતરપિંડીની જાળમાં ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

 

પત્રમાં કયુ. આર. કોડ છાપવામાં આવ્યો છે. જેમાં જે છાત્રોએ રૂ. 250 ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમણે કયુ.આર. કોડ સ્કેન કરી એગ્રીમેન્ટ ફી (રૂ. 300 સ્ટેમ્પ પેપર, રૂ. 200 નોટરી અને રૂ. 60 ફ્રેન્કીંગ ચાર્જ) તા. 12 ઓગષ્ટ 2022 સુધી ટ્રાન્સફર કરવા રહેશે.
જે તારીખ પછીના છાત્રોને રૂબરૂ નહી બોલાવવામાં આવે તેવું પ્રલોભન આપી રૂ. 250 રજીસ્ટ્રેશન ફી ભરવા માટે પણ પ્રલોભન આપવામાં આવી રહ્યું છે.

 

આ અંગે પી.આઇ. સાઇબર ક્રાઇમ સેલ બનાસકાંઠા ડી. આર. ગઢવીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદની ઓરબીટ કન્સલ્ટન્સીના નામે પોસ્ટથી બનાસકાંઠા જીલ્લાના સરપંચોના નામે પત્રો મોકલવામાં આવી રહ્યા છે.
જેની તપાસ કરતાં આ પત્રો ખોટા અને છેતરપિંડી આચરવા માટેના છે. સરપંચ અને વિદ્યાર્થીઓએ આ પત્રો અવગણી કોઇ પ્રક્રીયા ન કરવા માટે અપિલ કરવામાં આવે છે.’

 

પાલનપુર પંથકમાં છોકરા ઉપાડવા આવેલી ગેંગના મેસેજ અફવા અંગે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પી.આઇ. જે.પી.ગોસાઇએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં આવી કોઇ ગેંગ ઝડપાઇ નથી.
સોશિયલ મીડીયામાં આવા ખોટા મેસેજ ફેલાયા છે. પ્રજાજનોએ સોશિયલ મીડીયાના આવા ખોટા મેસેજો ઉપર વિશ્વાસ ન કરવો જોઇએ.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!