ડીસાના પેછડાલ પાસે હિટ એન્ડ રનની ઘટના : ઇકો ગાડી બાઇકને ટક્કર મારી થઈ ફરાર, એકનું મોત એક ઘાયલ

- Advertisement -
Share

ડીસાના પેછડાલ નજીક આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી. જેમાં બાઈક સવારને ઇકો ગાડી ટક્કર મારી ફરાર થઈ ગઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

 

 

 

 

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાના પેછડાલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો પેછડાલ નજીક બાઈક પર યુવાન તેમજ મહિલા પસાર થઈ રહ્યા હતા ત્યારે પુર ઝડપે પાછળથી આવી રહેલ ઇકો ગાડી ચાલકએ બાઈકને જોરદાર ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

 

 

 

 

બાઈક પર સવાર યુવાન તેમજ મહિલા રોડ પર પટકાયા હતા. જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું તેમજ બાઈક ચાલક યુવાન ઘાયલ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરતા આગથળા પોલિસ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને લાખણી પી.એમ અર્થ ખસેડાઇ હતી. આગથળા પોલીસે ફરાર ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!