ડીસામાં એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને ટ્રક અથડાતાં યુવકનું મોત

- Advertisement -
Share

આજુબાજુના લોકો દોડી આવી પોલીસને જાણ કરી : મૃતદેહને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી

 

ડીસામાં સોમવારે વહેલી સવારે એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને ટકરાઇને ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કેબિનના ફૂરચે ફૂરચા ઉડી જતાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે ડીસા ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાલનપુર હાઇવે પર એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને સોમવારે વહેલી સવારે ટ્રક ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદથી એક ટ્રક માલ ભરીને રાજસ્થાન તરફ જઇ રહી હતી. તે દરમિયાન એલિવેટેડ બ્રિજ નજીક અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક પ્રોટેક્શન દીવાલ સાથે ટકરાઇને પલ્ટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં કેબિનના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. જ્યારે કેબિનમાં ફસાઇ ગયેલા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી પોલીસને જાણ કરી હતી. આ અંગે ડીસા ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!