અમીરગઢ પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી, કુલ રૂ. 2.43 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત

- Advertisement -
Share

અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમીરગઢ વિસ્તારમાંથી એક દારૂ ભરેલી હ્યુન્ડાઇ કાર બાતમીના આધારે ઝડપી પાડી હતી. નોંધનીય છે કે પોલીસે ગાડી સહિત કુલ રૂ. 2 લાખ 43 હજારનો મુદ્દામાલ કબજે લઈ બે વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન હ્યુન્ડાઇ વરના ગાડી નંબર- GJ-08-CK-1953માં દારૂ ભરી રાજસ્થાન, અમીરગઢ થઇ પાલનપુર તરફ જવાનો છે એ હકિકતના આધારે નાકાબંધી કરી ગાડીને રોકી તપાસ હાથ ધરાઈ હતી.

જેમાં પોલીસે ગાડી અને દારૂની રૂ. 33 હજાર 960ની કિંમતની 217 બોટલો મળી કુલ રૂ. 2 લાખ 43 હજાર 960નો મુદ્દામાલ કબ્જે લઇ ગોવિંદસિંહ રાજપુત તથા અર્જુનસિંહ રાજપુતની અટકાયત કરી હતી. તેમજ તેમની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!