ડીસાની જુનાડીસા ગ્રામ પંચાયતે ઘરવેરામાં 30 ટકાનો ઘટાડો કર્યો

- Advertisement -
Share

ડીસા તાલુકાના જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા ગુરૂવારે યોજાયેલી ગ્રામસભામાં પાણી વેરો અને સફાઇ વેરા બાદ ઘરવેરામાં પણ 30 ટકાનો ઘટાડો કરી કોરોના મહામારીમાં પ્રજાલક્ષી નિણર્ય લેવાયો છે. જુનાડીસા ગ્રામ પંચાયત હવે મોટાભાગે ડિજિટલ આકારણીમાં ફેરવાઈ ગઈ છે.

[google_ad]

ત્યારે જુનાડીસા સિદ્ધામ્બિકા માતાના મંદિરે ગુરુવારે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગામના વિકાસને લઇને અનેક ચર્ચા વિચારણાઓ કરી હતી. જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પાણી અને સફાઈ વેરો ઘટાડ્યો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જ્યારે સરપંચ બબાભાઈ દેસાઈ, ઉપસરપંચ ફારૂકભાઈ દાણી, તલાટી કમ મંત્રી સુરેશભાઈ મિસ્ત્રી દ્વારા જુનાડીસા નાના મધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખી અને ગરીબ લોકોને ડિજિટલ આકારણી લેવામાં તકલીફ ના પડે તેવા હેતુથી ફરી એકવાર વેરામાં ઘટાડો કર્યો છે. જેમાં ઘરવેરામાં 30 ટકાનો ઘટાડો કર્યો છે.

[google_ad]

ગ્રામસભામાં જુનાડીસા સહકારી મંડળીના નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન અને જુનાડીસા હિન્દુ સનાતનના પ્રમુખ, ઉપપ્રમુખનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત જુનાડીસા શક્તિ કેન્દ્ર ભાગ-1, ભાગ-2 ના નવીન પ્રમુખ હસમુખભાઈ મોદી, ભુરાભાઈ ઠાકોરનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, અમરતભાઇ પુનડીયા, દિનેશભાઇ દરજી સહિત સદસ્યો, ગામજનો હાજર હતાં.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!