ડીસામાં દિન દહાડે જાહેર સ્થળોએ પાર્ક કરેલી 3 બાઇકની ઉઠાંતરી કરતાં ચકચાર : સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

- Advertisement -
Share

પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસામાં એક જ દિવસમાં દિન દહાડે અલગ-અલગ જાહેર સ્થળોએથી મંગળવારે 3 બાઇકની ઉઠાંતરી કરી જતાં ચકચાર મચી ગઇ છે. બાઇક ચોરી કરતો શખ્સ સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતાં ડીસા ઉત્તર પોલીસે અજાણ્યા તસ્કરની આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
જેમાં ડીસા શહેરમાં પણ અલગ-અલગ જાહેર સ્થળોએથી મંગળવારે 3 બાઇકની ઉઠાંતરી થઇ જતાં ચકચાર મચી ગઇ છે.
ડીસાના નવા બસ સ્ટેશન નજીકથી એક પેશન પ્રો અને એક સ્પેલેન્ડર એમ 2 બાઇકની ઉઠાંતરી થઇ હતી. જ્યારે ડોક્ટર હાઉસ નજીકથી પણ એક બાઇકની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો છે.
નવા બસ સ્ટેશન નજીકથી બાઇકની ચોરી કરનાર શખ્સ સી.સી.ટી.વી. કેમેરામાં પણ દેખાયો હતો. જે અંગે બાઇક માલિકોએ પોલીસને જાણવા જોગ ફરિયાદ કરતાં ડીસા ઉત્તર પોલીસે અજાણ્યા તસ્કરની વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રે તો ઠીક પરંતુ હવે તો દિન દહાડે શહેરના જાહેર માર્ગો પરથી બાઇકની ચોરી થતાં લોકોમાં પણ ભય ફેલાયો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!